સ્કૂલોમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરવા શિક્ષણ અધિકારીની અપાઈ સૂચના

ચીન સાથે જ વિશ્વના બીજા દેશોમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને સરકાર એક્શન મોડમાં આવી છે. બીજી તરફ સુરતનું તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. સુરતમાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાઓમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી દેવામાં આવી છે. ચીન સહીત વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસો વધ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. બીજી તરફ ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે ગાઈડલાઈન જાહેર કરી રાજ્યોને દિશાનિર્દેશ આપ્યા છે. ત્યારે સુરત શહેરનું તંત્ર પણ એલર્ટ મોડમાં છે.

જેને લઇ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને શાળાઓ માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. સરકારી, ગ્રાન્ટેડ, તેમજ નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પરિપત્ર જાહેર કરી કોરોનાની ગાઈડલાઈન પાલન કરવા સુચના આપવામાં આવી છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પત્ર જાહેર કરતાની સાથે જ શહેરની જુદી જુદી શાળાઓમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે.શાળાઓ દ્વારા કોરોનાની ગાઈડ લાઈનનું સુરત શહેરમાં પાલન પણ શરુ થઇ ગયું છે.

See also  20,000થી ઓછી કિંમતમાં ખરીદો બેસ્ટ સ્માર્ટફોન રેડમી, સેમસન્ગથી લઈને જુઓ વન પ્લસ સુધી

શાળાઓની અંદર વિદ્યાર્થીઓને માસ્ક પહેરીને અભ્યાસ કરવાની સૂચના આપી દીધી છે. તે મુજબનું પાલન પણ શરૂ થઈ ગયું છે. શાળામાં બાળકો ફરી એક વખત માસ્ક પહેરી અભ્યાસ કરતા થયા છે.આ ઉપરાંત સોશ્યલ ડિસ્ટન્સનું પાલન પણ ધીમે ધીમે શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ સાથે શાળાના શિક્ષકો દ્વારા પણ પુરતી તકેદારીઓ રાખવામાં આવી રહી છે. કોરોનાની ગાઈડલાઈન ફરી એક વખત તમામે પાલન કરવા તંત્ર ધીમે ધીમે સૂચનાઓ આપી રહ્યું છે.

શાળાને લઈ બાળકોમાં કોરોનાનું જોખમ ઊભું ન થાય તેની પર પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.જે અંતર્ગત સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મહત્વની કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા સૂચના આપી છે. જેમાં જાહેર કરાયેલા ગાઈડ લાઈનમાં શાળા પરિસરની યોગ્ય સ્વચ્છતા, સેનિટાઈઝર સુનિશ્ચિત કરવાની રહેશે, હાથ તથા ચહેરો ધોવા માટે યોગ્ય સુવિધાઓ પૂરી પાડવી અને વિદ્યાર્થીઓ તથા સ્ટાફને હાથ અને ચહેરાની સ્વચ્છતા જાળવવા પ્રોત્સાહિત કરવા, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું, યોગ્ય રીતે માસ્ક પહેરવાની સાથે જરૂરી ગાઈડલાઇન્સ યોગ્ય રીતે પાલન કરવા સૂચના આપી છે.

See also  અમદાવાદમાં આજથી મેટ્રો ટ્રેનમાં વધુ ચાર કલાકનો વધારો, દર 15 મિનિટે મળશે ટ્રેન