દિલ્હીમાં કારની ટક્કર થતા 23 વર્ષીય હર્ષ ખટ્ટર ભાવનગરના યુવકનું મોત,આખો પરિવાર હિબકે ચડ્યો.

હાલમાં અકસ્માતના બનાવ ખુબ જ વધી રહ્યા છે,દિલ્હીમાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે,ભાવનગરના વતની કમલેશ ખટ્ટરનાં યુવાન પુત્ર હર્ષ ખટ્ટરનું ગુરુગ્રામ દિલ્હી એનસીઆર વિસ્તારમાં કારની ટક્કર બાદ મોત થતાં ભાવનગરમાં તેના પરિવારજનો અને સિંધી સમાજ અને હર્ષના મિત્ર મંડળમાં  ભારે શોકની લાગણી છવાઇ ગઇ હતી.

કારે ટક્કર મારતા બાઇક પર જઇ રહેલા બે યુવાનો ઓવરબ્રિજ પરથી નીચે પડી ગયા હતા, અને હેમરેજ થતા બન્નેના મોત થયા  હતાં.,રાત્રે 12 કલાક આસપાસ હર્ષ અને તેનો મિત્ર બાઇક પર જઇ રહ્યાં હતા, ત્યારે પાછળથી  ખુબ જ ઝડપે ધસી આવતી કારના ચાલકે આ બાઇકને ટલ્લે ચડાવ્યા હતા,અને આ ટક્કર એવી જોરદાર હતી કે ઓવરબ્રિજ જ્યાંથી આ બાઇક પસાર થઇ રહી હતી તે 50 ફૂટે નીચે ફંગોળાઇને પડી હતી. આથી બન્ને યુવાનોના મોત થયા હતા.

હર્ષના પિતા કમલેશભાઇ ખટ્ટર મૂળ ઉનાના વતની છે અને કેટલાક વખતથી ભાવનગર શહેરમાં રૂવાપરી વિસ્તારમાં ખોડિયાર ફૂડ પ્રોડક્ટ અને ખોડિયાર બેકરી ચલાવે છે. હર્ષને બે ભાઇ યશ અને સુમિત છે. આ સમાચાર મળતા હર્ષના પરિવારજનો  તરત જ દિલ્હી જવા રવાના થયા હતા.

આ અકસ્માત બાદ 23 વર્ષીય મૃતક હર્ષ ખટ્ટરને ગુરૂગ્રામના સેક્ટર 26, ડીએલએફ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એર એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ, ભાવનગર વહેલી તકે સ્વજનોને મૃતદેહ મળે એ માટે દિલ્હીથી અમદાવાદ ડેડબોડીને ઈન્ડિગો એરલાઇન્સમાં લઈ આવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.