સુરતમાં બાગેશ્વર બાબાનો પહેલો દિવ્ય દરબાર યોજાશે,આજે લાખો લોકો ઉમટશે,તૈયારી જોઇને ચોકી જશો.

સુરત(surat):બાગેશ્વર બાબા ખુબ જ ચર્ચા માં છે ત્યારે,એનો પહેલો દિવ્ય દરબાર સુરતમાં યોજાઈ રહ્યો છે,તેને લઈને તૈયારી ખુબ જ જોર શોર થી કરવામાં આવી રહી છે. આગામી 10 દિવસ સુધી તેઓ ગુજરાતના અલગ અલગ શહેરોમાં દિવ્ય દરબાર અને કથા કરશે. ત્યારે આજે સુરતમાં નીલગીરી ગ્રાઉન્ડ ખાતે બાબાનો પહેલો દિવ્ય દરબાર લાગશે.

હજારો લોકો ઉમટી પડશે. આયોજકો દ્વારા દિવ્ય દરબારની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. જેમાં 2 ડીસીપી, 4 એસીપી, 14 પીઆઈ, 30 પીએસઆઈ કક્ષાના અધિકારીઓ અને હોમગાર્ડઝ તહેનાત છે.

સુરત જિલ્લા સહિત અલગ અલગ જિલ્લા અને અન્ય રાજ્યમાંથી બે લાખથી વધુ લોકો દિવ્ય દરબારમાં આવે તેવી શક્યતા છે.મહિલા ભક્તો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના હોવાથી મહિલા પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડને બંદોબસ્તમાં વધુ સંખ્યામાં મોકલવા માટે પણ કહેવામાં આવ્યું હતું.

દાજ મુજબ બે દિવસ ચાલનારા દિવ્ય દરબારમાં બે લાખ કરતા વધુ લોકો આવશે. માત્ર સુરત શહેરના જ નહીં પરંતુ અન્ય શહેર અને અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાંથી પણ લોકો આવવાની શક્યતા છે.ધીરેન્દ્ર શાસ્ત્રીની લોકપ્રિયતા ખૂબ જ વધી રહી છે

ધીરેન્દ્ર શાસ્ત્રી જે રીતે દરબાર ભરે છે અને જે પરચી ફાડીને જવાબ આપે છે તેને લઈને લોકોમાં પણ ભારે ઉત્સુકતા છે. આ જોવા અને જાણવા માટે લોકો ઉમટી પડશે. જેને લઈને વહીવટી તંત્ર અને ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.