સુરત (Surat ):મૂળ રાજકોટના રહેવાસી અને હાલમાં કાપોદ્રા વિસ્તારમાં આવેલી સાંઈનાથ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે 24 વર્ષિય જય દિનેશભાઈ ખેરડીયા રહેતો હતો. પરિવારનો એકનો એક દીકરો હતો.જય એન. જે ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ પ્રા.લી. કંપનીમાં ડેપ્યુટી આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો.
તા. 30 જુલાઈના રોજ તેને માથામાં દુ:ખાવો અને ઉલટી થતા, સારવાર માટે ડાયમંડ હોસ્પિટલ હેઠળ દાખલ કર્યો હતો. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. જયના પિતા સહિત પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્ત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. જયના પિતા દિનેશભાઈએ જણાવ્યું કે, અમે ખુબ જ સામાન્ય પરિવારના છીએ. જીવનમાં કોઈ ચીજ વસ્તુઓનું દાન કરી શકીએ તેમ નથી. મારો પુત્ર બ્રેઈનડેડ છે, ત્યારે મારા પુત્રના અંગોના દાન આપવા સંમતિ આપીએ છીએ.
સુરતની ડાયમંડ હોસ્પિટલથી મુંબઈનું 287 કિલોમીટરનું અંતર 120 મિનિટમાં હવાઈ માર્ગે કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ અંધેરી મુંબઈના રહેવાસી 57 વર્ષીય વ્યક્તિમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યું છે. જયારે દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં બે જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે.