તથ્ય અને ત્રણ યુવતી સહિત પાંચ વચ્ચે દોસ્તી કેવી રીતે થઈ? સૌથી પહેલાં માતા-પિતાને બદલે કોને ફોન કર્યો હતો?

અમદાવાદ(Amadavad):અમદાવાદમાં થનારા અકસ્માતે સૌ લોકોને ધ્રુજાવી દીધા છે,બિચારા 9 નિર્દોષ લોકોને કચડનાર તથ્ય પટેલ હાલ સાબરમતી જેલની હવા ખાઈ રહ્યો છે.રાત્રે લગભગ 1.15 વાગ્યે અકસ્માત કર્યો ત્યારે તેની સાથે કારમાં આર્યન પંચાલ, શાન સાગર, ધ્વનિ પંચાલ  શ્રેયા વઘાસિયા અને માલવિકા પટેલ નામના મિત્રો પણ હતા,આ લોકો કેમ મિત્ર બન્યા અ સવાલ સમાચારની ટીમે પોલીસ અધિકારીને કર્યો હતો.

પોલીસ અધિકારીએ  સમાચાર ની ટીમ સાથેની વાતચીતમાં જણાવ્યું, પોલીસ ઇન્ટ્રોગેશનમાં સામે આવેલી વિગત પ્રમાણે અકસ્માત સમયે તથ્ય સાથે કારમાં બેઠેલો શાન સાગર ગાડીનો શોખીન છે અને તેને મોંઘી મોંઘી ગાડી બહુ ગમે છે.એટલે તે સોશિયલ મીડિયામાં તથ્ય પટેલનું આઈડી અને તેણે મૂકેલા ગાડીના ફોટો વીડિયો જોતો હતો.

હવે આ શાનને તથ્ય સાથે મિત્રતા કરવી હતી એટલે તે તથ્યનો અને પોતાના કોમન ફ્રેન્ડ દ્વારા તથ્યના સંપર્કમાં આવ્યો હતો. આમ, શાન સાગર અને તથ્ય પટેલ બંને મિત્રો બન્યા હતા. બન્ને વચ્ચે લગભગ 5 વર્ષથી મિત્રતા હતી. જોકે આગળ આ મિત્રતાનો વ્યાપ વધતો ગયો અને હવે શાનના મિત્રો પણ તથ્ય પટેલના મિત્રો બનતા ગયા હતા, જેમાં થલતેજમાં રહેતો આર્યન પંચાલ શાનનો ભાઈબંધ હતો, જેના કારણે શાન દ્વારા આર્યન પંચાલ 6 મહિના પહેલાં તથ્યના સંપર્કમાં આવ્યો હતો.

આર્યન પંચાલ ક્યાંય પણ બહાર જતો હતો ત્યારે તે તેની બહેન ધ્વનિ પંચાલના ગ્રૂપમાં જતો હતો. જ્યારે આર્યનની બહેન એવી ધ્વનિ પંચાલની બહેનપણી શ્રેયા વઘાસિયા હતી. આ શ્રેયા મકરબાના એક પીજીમાં રહેતી હતી અને ત્યાં જ શ્રેયાની બહેનપણી માલવિકા પણ રહેતી હતી. આમ, શ્રેયા અને માલવિકા એક જ પીજીમાં રહેતી હોવાથી બન્ને ગમે તે સમયે બહાર જતી અને તેમના પર કોઈ પ્રતિબંધ પણ નહોતો, જેથી શ્રેયા અને માલવિકા ઘણીવાર ધ્વનિ પંચાલ અને આર્યન પંચાલ સાથે રાત્રે ફરવા બહાર જતી હતી.

ધ્વનિ પંચાલ, આર્યન પંચાલ અને તેમના ગ્રૂપમાં રહેલી માલવિકા, શ્રેયા વઘાસિયા પણ જતી હતી. આ 6 લોકોનું ગ્રૂપ 6 મહિનામાં લગભગ ત્રણવાર આ રીતે રાત્રે ગાડીમાં ફરવા ગયું હતું.

અકસ્માત થયા બાદ આર્યનના ફોન ઉપરથી પહેલા તથ્યએ એના દાદાને ફોન કર્યો, પણ ફોન રિસીવ નહોતો થયો. ત્યાર બાદ તેના પિતાને ફોન કર્યો હતો, પણ રિસીવ થયો નહોતો અને છેલ્લે તથ્યની માતાને ફોન કર્યો હતો,એમાં તથ્યએ તેની માતાને કહી દીધું કે ‘મારાથી અકસ્માત થઈ ગયો છે અને ટોળું મને મારે છે, તમે મને જલદીથી લઈ જાઓ’ એટલે ઇસ્કોન બ્રિજ ઉપર તેનાં માતા-પિતા બંને પહોંચ્યાં હતાં.