ગુજરાતમાં આઈટી હબ બની રહેલું અમદાવાદ કે જ્યાં અનેક કંપનીઓ કાર્યશીલ છે પરંતુ કોમનેટ (COMnet)ની રાહ જોવાતી હતી એ પ્રતિક્ષા હવે પૂર્ણ થવા જઈ રહી છે. કેમ કે, અમદાવાદની મધ્યમાં આવેલા વસ્ત્રાપુરમાં ITC નર્મદાની સામે, શિવાલિક શિલ્પ 2માં બુધવાર 22 જૂન 2023ના રોજ કંપની તેની નવી ઓફિસ શરૂ કરવા જઈ રહી છે. જેની સંપૂર્ણ તૈયારી પણ પૂર્ણ થઈ ચૂકી છે.
ભારત ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) ક્ષેત્રે વૈશ્વિક પાવરહાઉસ તરીકે ઉભરી આવ્યું છે. પાછલા કેટલાક દાયકાઓમાં, વૈશ્વિક IT ઉદ્યોગમાં ભારતનું યોગદાન પરિવર્તનકારી રહ્યું છે. કુશળ વર્કફોર્સ, મજબૂત ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈનોવેશનની સાથે, ભારત આઈટી સેવાઓ અને સોલ્યુશન્સ માટે આગળ વધવાનું સ્થળ બની ગયું છે. તેવામાં દેશની જાણીતી IT કંપની કોમનેટ (COMnet) પણ આઈટી ક્ષેત્રે રાષ્ટ્રીયસ્તરે અને આંતરરાષ્ટ્રીય નામના ધરાવે છે. મુંબઈ, પુણે, ગોવા, ચેન્નઈ, બેંગ્લુરુ, ગુરુગ્રામ, ભોપાલમાં કોમનેટ (COMnet) કંપનીની ઓફિસો છે. આ સિવાય વિદેશમાં ઓસ્ટ્રેલિયા અને સિંગાપુરમાં પણ ઓફિસ છે, ત્યારે અમદાવાદમાં પણ ઓફિસ શરૂ થઈ રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના રોજગારી આપવાના અભિયાનને કંપની આગળ વધારશે.
IT ક્ષેત્રે સોલ્યુશન્સ માટે પહેલી પસંદ છે કોમનેટ (COMnet)
ભારતના કેટલાક ટોચના કોર્પોરેટ્સને એન્ડ-ટુ-એન્ડ આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે કોમનેટ (COMnet) એ પહેલી પસંદ બની રહી છે. જેથી હવે તે ગુજરાત રાજ્યમાં તકનીકી પ્રગતિને આગળ વધારશે. કોમનેટે (COMnet) તેના ક્લાયન્ટ્સ પ્રત્યે સહયોગ આપવામાં અને સર્જનાત્મકતા તેમજ અદ્યતન ઉકેલોને મહત્ત્વ આપી એક નવી દિશા પૂરી પાડવામાં આગળ રહી છે. એજ સિદ્ધાંત સાથે કંપની ગુજરાતમાં પણ આગળ વધશે. કોમનેટ (COMnet) દેશભરમાં સંતોષકારક અને વિશ્વસનીય ગ્રાહકોની વિવિધ શ્રેણી ધરાવે છે, ત્યારે હવે તેનો હેતુ ગુજરાતના દરેક શહેરોમાં પણ વ્યવસાયો સાથે ભાગીદારી પ્રાપ્ત કરવાનો અને સ્થાપિત કરવાનો છે તેમજ લોકોની જરૂરિયાત મુજબ કાર્ય કરવાનો છે. દેશભરમાં IT ઉદ્યોગનો જબરદસ્ત વિકાસ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેર પણ IT ક્ષેત્રે ગુજરાત તેમજ દેશમાં મોટી ઓળખ મેળવી રહ્યું છે. ત્યારે વૈશ્વિક સ્તરે કાર્ય કરતી એવી કોમનેટ (COMnet)નો બહોળો અનુભવ ગુજરાતમાં પણ જોવા મળશે. ગુજરાતમાં વિઝન સાથે આજની જરૂરિયાતો, ગ્રાહકોની વિશ્વસનીયતાને ધ્યાનમાં રાખી કાર્ય કરશે. ક્લાયન્ટ પોર્ટફોલિયોને વિસ્તારવામાં કંપની હંમેશા સફળ રહી છે. ગુજરાતમાં પણ કોમનેટ (COMnet) એ નવી અનુભવી કુશળ ટીમ સાથે એક વ્યાપક વિસ્તરણ યોજના ઘડી છે.
ગ્રાહકોને ભવિષ્યના પડકારોનો સામનો કરવામાં મદદ કરે છે કોમનેટ (COMnet)
કોમનેટ (COMnet) વ્યવસાયોને તેમની ડિજિટલ ટ્રાન્સફોર્મેશન યાત્રામાં ઝડપી સફળતા અપાવે છે. 23થી વધુ વર્ષોથી વ્યૂહાત્મક ઉકેલો ઓફર કરતા, IT ઉદ્યોગમાં ખૂબ સફળ નિવડી છે. ગ્રાહકો માટે મજબૂત અને સ્કેલેબલ આઇટી ઇકોસિસ્ટમ બનાવવામાં મદદ કરે છે. ગ્રાહકોને તેમના IT રોકાણો પર મહત્તમ વળતર પ્રાપ્ત કરવા માટે IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિઝાઇન, ડિપ્લોય અને મેનેજ કરે છે. કંપની ગ્રાહકોના સલાહકાર તરીકે કામ કરે છે અને એડવાન્સ પ્લાનિંગ અને ઑપ્ટિમાઇઝેશન પ્રદાન કરે છે. ગ્રાહકોને તેમના ઉકેલોને સ્કેલ કરવામાં અને ભવિષ્યના પડકારોનો સામનો કરવામાં મદદ કરે છે. ગ્રાહકોને મુશ્કેલી ના પડે માટે સંપૂર્ણ IT ઇકો સિસ્ટમ માર્ગદર્શિકા બનાવવામાં આવે છે.
ભારત સરકારની ડિજિટલ ઈન્ડિયા પહેલે દેશના ડિજિટલ લેન્ડસ્કેપને બદલવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આનાથી ઈ-ગવર્નન્સ, ડિજિટલ પેમેન્ટ્સ, ડિજિટલ એજ્યુકેશન અને ડિજિટલ હેલ્થકેરને પ્રોત્સાહન આપતા તમામ ક્ષેત્રોમાં ડિજિટલ તકનીકોને અપનાવવા માટે પ્રોત્સાહન મળ્યું છે. જેમાં કોમનેટ (COMnet) નો પણ બે દાયકાથી વધુ સમયમાં મોટો ફાળો રહ્યો છે. કેમ કે, આ સમયગાળામાં IT ઉદ્યોગમાં નોકરીની સંભાવનાઓ ઉભી કરવાથી લઈને વૃદ્ધિ, ગ્રાહકસંતોષ અને ટેકનોલોજી સેવાઓના ક્ષેત્રમાં સતત શ્રેષ્ઠતા બતાવવામાં કંપની આગળ રહી છે.
વધુ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લો : https://comnetinfo.com/