કઠોળના ભાવોમાં તેજી: વધતા ભાવ લોકોના બજેટ અસ્ત વ્યસ્ત કરી નાખશે. જુઓ ક્યાં કઠોળમાં કેટલો ભાવવધારો થયો ???

ભાવનગર (Bhavnagar):રોજીંદા વપરાશમાં લેવાતી જીવન જરૂરી કઠોળ અને દાળના ભાવમાં ભડકો થતા ગૃહીણીનુ કીચન બજેટ અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે.મધ્યમ વર્ગના પરિવારો માટે મોંઘવારી દિનપ્રતિદિન વધતી જાય છે ત્યારે ભાત સાથે વપરાતી તુવેરદાળના ભાવમાં છેલ્લા 1 માસમાં કિલોએ રૂા.20નો વધારો થતાં ગૃહિણીઓનું કિચન બજેટ વિખાઈ ગયું છે. મધ્યમ વર્ગીય ગૃહિણીઓ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. આ ભાવ વધારાને લીધે લોકોનુ બજેટ અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે.

એક બાજુ શાકભાજીના ઉંચા ભાવ છે. ત્યારે કઠોળ અને દાળનો ઉપયોગ લોકો કરવા લાગ્યા છે. ત્યારે કઠોળ અને દાળના ભાવમાં પ્રતિ કિલોએ રૂા.8 થી 10નો વધારો થતા એક બાજુ મોંધવારીનો માર અને બીજુ બાજુ આગઝરતી તેજીએ લોકોને દઝાડવાનુ ચાલુ રાખ્યુ છે.સવારે નાસ્તામાં ઇડલી-સંભારનુ ચલણ છે. ત્યારે સવારનો નાસ્તો મોંધો થશે. તેમજ રેસ્ટોરન્ટ અને હોટલમાં આ વસ્તુના ભાવમાં વધારો થશે તો લોકોની મોજશોખ અને શોખીનોને ખીસ્સુ વધુ હળવુ કરવુ પડશે.

જુઓ ક્યાં કઠોળમાં કેટલો વધારો થયો ???

​​​​​​​​​​​​​​તુવેરદાળના ભાવ એક માસ પહેલા ચાલુ તુવેર દાળના 65 થી 90 હતા જે વધીને રૂા85-110, તુવેરદાળ ઉંચી રૂ.90 થી 120 હતી તે વધીને રૂ 110 થી 140 અડદદાળના ભાવ એક માસ પહેલા રૂ.90-100 જે વધીને રૂ.100-120, ચણાદાળ રૂ.58 થી રૂ.65 થયાવત, મગફાડા રૂ.80-95 થી વધીને રૂા.88-105, મગ રૂ 80-110 થી વધી રૂા.90-120 પ્રતિ કિલોએ આંબી ગયા છે.​​​​​​​

ભાવો વધે ત્યારે વેપારીઓ ભાવો વધારી દે છે. અને ભાવો ઘટે ત્યારે એક કહેવામાં આવે છે. ઉંચા ભાવનો માલ છે. એટલે ગ્રાહકોને બધી બાજુ માર જ છે. ભાવ વધે ત્યારે વધારો દેવાનો અને ઘટાડો થાય ત્યારે ઘટાડો નહી કરી પુરા ભાવ લેવામાં આવે છે.

ફરસાણના ભાવ ઘટવાને બદલે વધ્યા

તેલના ભાવમાં તળીયે આવી ગયા છે. ત્યારે ફરસાણના ભાવ ઘટવાને બદલે વધ્યા છે. ગાંઠીયા અને ફરસાણના ભાવમાં વધારો થયો છે. ત્યારે આડકતરી રીતે લોકોને મોટો માર પડી રહ્યો છે. દાળના ભાવ લોકોના બજેટ અસ્ત વ્યસત કરી નાખશે.