બાગેશ્વર હનુમાનજીનો ચમત્કાર, હનુમાન મંદિરમાં ચિઠ્ઠી મૂકો એટલે બેડો પાર,જાણો.

બાગેશ્વરધામ આજકાલ ખુબ જ ચર્ચાનો વિષય બની ગયો છે.મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના ગઢા ગંજ ગામ પાસે આવેલા બાગેશ્વર હનુમાનજી પણ દરેક મનોકામના પૂરી કરે છે, તેવી ભક્તોમાં અખંડ શ્રદ્ધા છે. બાગેશ્વર હનુમાનજીને ચિઠ્ઠીમાં લખીને તમારી સમસ્યા બતાવો એટલે બેડો પાર.

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતમાં દિવ્ય દરબાર કરવા આવ્યા છે.  લોકોને જોઈને જ તેના દુખ જાણી લે છે અને તેનો ઉપાય પણ કરે છે.બાગેશ્વર તો હનુમાનજીના મંદિરનું નામ છે અને ત્યાં નાનો આશ્રમ છે જે બાગેશ્વર ધામથી ઓળખાય છે. આ બાગેશ્વર ધામના ગાદીપતિ એ આ ધીરેન્દ્ર શાસ્ત્રી છે.

બાગેશ્વર ધામમાં પ્રથમવાર ગરીબ કન્યાઓના લગ્ન સંપન્ન કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. એ સમયે પણ બાગેશ્વર ધામનું સંચાલન યુવા શાસ્ત્રી ધીરેન્દ્ર કૃષ્ણ કરતા. 2019માં બાગેશ્વર ધામમાં વૃદ્ધ માતા-પિતાના મફત નિવાસની વ્યવસ્થા કરવામાં આવી.

બાગેશ્વર ધામ મંદિરમાં હનુમાનજી બાલાજીના રૂપમાં બિરાજમાન છે. બાલાજીની સામે અરજી કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.નોકરી, ધંધા, મિલકત કે કોર્ટ કેસ માટે લાલ કપડું, લગ્ન કરવા માટે અને લગ્ન જીવન સુખી રાખવા માટે પીળું કપડું. ભૂત-પ્રેત, કાળી નજર સંબંધિત સમસ્યાઓ માટે કાળાં કપડાંમાં નાળિયેર અર્પણ કરવાનું રહે છે.

બાલાજી ભક્તને સ્વપ્નમાં સંકેત આપે છે. અરજી કર્યા બાદ વ્યક્તિને સપનામાં વાનર દેખાય છે. જો તમે અરજી કર્યા પછી એક દિવસ તમારા સપનામાં વાનર જુઓ છો, તો સમજો કે તમારી અરજી બાલાજી પાસે પહોંચી ગઈ છે.