રહસ્યમયી માતાનું મંદિર, દિવસમાં ત્રણવાર ચહેરો બદલે છે મૂર્તિ, પ્રતિમાને સ્પર્શ કરતા કેદારનાથમાં આવ્યુ હતું સંકટ

આપણા દેશમાં અનેક એવા ઐતિહાસિક મંદિરો છે, જ્યાં જવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થઈ જાય છે અને કષ્ટ દૂર થાય છે. આ પ્રચલિત મંદિરોમાં એક છે ઉત્તરાખંડના શ્રીનગરથી અંદાજે 14 કિલોમીટર દૂર આવેલું માતા ધારીનું મંદિર. માતા ધારી મા કાલિકાનું સ્વરૂપ ગણાય છે. અહી માતાના દર્શન માટે દૂર દૂરથી ભક્ત આવે છે. તેની ખાસ વાત એ છે કે, સ્થાનિક લોકોનું માનવુ છે કે, આ દેવીને ચારધામ અને પહાડોના રક્ષક દેવીના રૂપમાં પૂજવામાં આવે છે. માતા ધારીને દેવભૂમિ ઉત્તરાખંડના રક્ષક દેવી માનવામાં આવે છે.

માતા ધારી સાથે જોડાયેલી સૌથી રસપ્રદ બાબત એ છે કે માતાની મૂર્તિ દિવસમાં ત્રણવાર સ્વરૂપ બદલે છે. સવારે તે કન્યાના રૂપમાં, બપોરે યુવતીના રૂપમાં અને સાંજે વૃદ્ધ મહિલાના રૂપમાં મૂર્તિ નજરે આવે છે. બદરીનાથ જનારા ભક્તો અહીં રોકાઈને માતાના દર્શન કરીને આગળ વધે છે. માનવામાં આવે છે કે, ધારી દેવી ઉત્તરાખંડના ચારધામની રક્ષા કરે છે. માતા ધારીને પહાડોના રક્ષક દેવી તરીકે પૂજવામા આવે છે.

માતા ધારી જે રીતે દેવભૂમિની રક્ષા કરે છે, તે જ રીતે માતામાં ગુસ્સો પણ છે. પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે જ્યારે આ મંદિર સાથે છેડછાડ કરાઈ, ત્યારે ત્યારે દેવભૂમિ પર સંકટ આવ્યું છે. માતા ધારીનું મંદિર અલકનંદા નદી પર બનેલું છે. એકવાર ડેમ બનાવ્યા બાદ જ્યારે માતા ધારીની પ્રતિમાને સ્થાપિત જગ્યા પરથી હટાવવામાં આવી હતી, ત્યારે સમગ્ર ઉત્તરાખંડ જળમગ્ન થયુ હતું. ડેમને કારણે મંદિરનું મૂળ સ્થાન ડૂબી ગયુ હતું. જેના બાદ તેનુ મૂળ સ્થાન ઉંચુ કરવામાં આવ્યુ હતું. આ પ્રતિમાને 16 જૂન, 2013 ના રોજ સાંજે તેના સ્થાન પરથી હટાવવામાં આવી હતી. તેના થોડા કલાકો બાદ કેદારનાથથી લઈને સમગ્ર ઉત્તરાખંડમાં મોટુ સંકટ આવ્યુ હતું.