જાન લઇને લગ્નમાં જતો ટેમ્પો ખાબક્યો ખાઇમાં, લગ્નની ખુશી ફેરવાઇ શોકમાં જુઓ કેટલાના થયા મોત?

લુણાવાડામાંથી કરૂણ સમાચાર સામે આવી રહ્યા છે. જાનૈયાઓથી ભરેલો ટેમ્પો ખાઇમાં ખાબક્યો છે. જેના કારણે પાંચ લોકોના મોત નીપજ્યાના સમાચાર સામે આવ્યા હતા. જે બાદ ત્રણ લોકોના વધુ મોત નીપજતા કુલ આઠ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 22થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ટેમ્પોમાં 50 જેટલા જાનૈયાઓ લગ્ન માણવા માટે જઇ રહ્યા હતા. ત્યારે જ આ ખુશીનો માહોલમાં માતમ છવાઇ ગયો હતો. મહિસાગર જિલ્લામાં જાન લઇને લગ્નમાં જતો ટેમ્પો ખાઈમાં ખાબક્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ગડા ગામથી સાત તળાવ જાનમાં જતો ટેમ્પો પલટી મારી ગયો છે.

આ ઘટનામાં ટેમ્પોમાં જઈ રહેલા 8 જાનૈયાઓના મોત થયા છે. જ્યારે જાનમાં જઈ રહેલા અન્ય 22 લોકો ઇજાગ્રસ્ત થયા છે. 108 મદદ લઇ લુણાવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. એલસીબી અને એસઓજીની ટીમ ઘટનાસ્થળ અને હોસ્પિટલની મુલાકાત લઇ રહી છે. તો બીજી તરફ ટેમ્પોમાં ક્ષમતા કરતા વધુ લોકો બેસાડાયા હોવાની માહિતી મળી છે. મળતી માહિતી પ્રમાણે મહિસાગર જિલ્લામાં આવેલા ગડા ગામમાંથી લગ્નની જાણ સાત તળાવ જઇ રહી હતી.

ત્યારે માર્ગમાં જાન લઇને જતા ટેમ્પો સામે અચાનક કાર આવી ગઇ હતી. ટેમ્પો ચાલકે અચાનક બ્રેક મારતા ટેમ્પો પલટી ખાઇને ખીણમાં ખાબક્યો હોવાની પ્રાથમિક ધોરણે માહિતી મળી છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળ પર જ નવ લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. એટલુ જ નહીં આ ઘટનામાં અન્ય 22 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી પણ છે. ગંભીર રીતે ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને 108 દ્વારા તાત્કાલિક લુણાવાડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જો કે આ ઇજાગ્રસ્તો પૈકી કેટલાકની સ્થિતિ અતિ ગંભીર છે. જેમને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો સામાન્ય ઇજાગ્રસ્તોને લુણાવાડાની જ હોસ્પિટલમાં હાલ સારવાર આપવામાં આવી રહી છે. તો સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ અકસ્માત
આ અકસ્માતની ઘટનામાં કોઇની બેદરકારીના કારણે અકસ્માત થયો છે કે કેમ તે અંગેની માહિતી પ્રાપ્ત થઇ નથી. જો કે FSLની ટીમ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવશે. જે પછી અકસ્માત થવાનું સાચુ કારણ સામે આવી શકે તેમ છે. બીજી તરફ ટેમ્પોમાં ક્ષમતા કરતા વધુ લોકો બેસાડ્યા હોવાની પણ માહિતી છે. જો કે આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. અકસ્માતમાં ઘાયલ લોકોને રિક્ષામાં સારવાર અર્થે લઈ જવાયા હતા. આ ઉપરાંત 108ની 4 ટીમો પણ ઘટના સ્થળ પર પહોંચી સારવાર શરૂ કરી હતી.