અમદાવાદ મોબાઈલની ચોરી અમદાવાદ શહેરના મોબાઇલની ચોરીના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો ના આરોપીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો

અમદાવાદ શહેરમાં ચોરીના મોબાઈલ ફોન સાથે ઇસમને ઝડપી પાડવામાં આવ્યોકાગડાપીઠ પો.સ્ટે ના મોબાઈલ ફોન ચોરીનાગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચઅમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશ્નર શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ચૈતન્ય આર. મંડલીક સાહેબ નાઓએ અમદાવાદ શહેરમાં વાહન ચોરી તથા મોબાઇલ ચોરી, ચીલઝડપના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમોને શોધી કાઢવા સારૂ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તથા સ્ટાફના માણસોને સુચના અને માર્ગદર્શન આપેલ, જે અનુસધાને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.બી.દેસાઇનાઓના માર્ગદર્શન હેઠળ ટીમના પો.સ.ઇ શ્રી આઇ.એસ.રબારી નાઓએ ટીમના માણસો સાથે બનાવવાળી જગ્યાએ કરી ખાનગી બાતમીદારો મારફતે બાતમી હકીકત મેળવવા સારૂ પ્રયાસો હાથ ધરેલ,પો.સ.ઇ. શ્રી આઇ.એસ.રબારી નાઓ વર્કઆઉટ માંહતાં. દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે આજ રોજજમાલપુર, મુંડા દરવાજા પાસેથી આરોપી મોસીનખાન ઉર્ફે રાજા દિલાવરખાન અક્રમખાન ને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યોપકડાયેલ આરોપીની પુછપરછ કરતાં પોતે અગાઉ વાહનચોરી, ચીલઝડપ, મોબાઇલ ચોરીના કેસોમાં પકડાયેલ છે ચારેક દિવસ પહેલાં જમાલપુર ચાર રસ્તા પાસે, બુખારી બાવાની દરગાહ પાસેથી પસાર થતાં એકટીવા ચાલક પાસે જઇને ગાડી ચલાવ તેમ કહી ઝઘડો કરી, એકટીવા ચાલકના ખિસ્સામાંથી મો.ફોન ચોરી કરી લીધેલ હોવાની હકીકત જણાવેલ હોય જેથી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી