સુરત(surat):રાજ્યભરમાં મોતના બનાવ ખુબ જ બની રહ્યા છે,હાલ સુરતમાંથી એક મોતનો બનાવ સામે આવ્યો છે, સુરતના સચિનમાં રહેતા 13 વર્ષિય બાળકનું જમીન ઉપર લાગેલી ફેન્સીંગ તારના કરંટથી મોત નીપજ્યું હતું. મૃતક ગણેશજીની આરતી થયા બાદ ગણેશભક્તોને આરતી આપી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી.
મળતી માહિતી મુજબ ,મૂળ બિહારના વતની સંજય શ્રીરામહિરદે મંહતે હાલ સચિન સુડા સેક્ટર-3માં પત્ની તેમજ 13 વર્ષનો પુત્ર સુરજ, 12 વર્ષનો પુત્ર ચંદન સાથે રહે છે. સંજયના ઘરની પાસે જ એક ખુલ્લી જગ્યામાં ગણપતિદાદાની સ્થાપના કરીને ગણેશ મહોત્સવ ઉજવાઇ રહ્યો હતો.
તે દરમિયાન સુરજ સવાર તેમજ સાંજની ગણપતિદાદાની આરતીમાં ભાગ લેતો હતો,શનિવારે રાત્રીના આરતી થયા બાદ સુરજ ત્યાં હાજર ગણેશ ભક્તોને આરતી આપી રહ્યો હતો ત્યારે અચાનક ગ્રાઉન્ડ પર થયેલી ફેન્સિંગનો લોખંડનો તાર સુરજને અડી જતા વીજ કરંટ લાગ્યો હતો.
સુરજને તાત્કલિક ધોરણે બાજુની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો,પરંતુ ત્યાં સૂરજનું સારવાર બાદ મોત થયું હતું.અચાનક જ મોત થતા પરિવાર ઊંડા આઘાતમાં ગરકાવ થયો હતો.