કહેવાય છે ને કે જયારે જીવનમાં એકે સાચો મિત્ર જો કોઈ ને મળે તો તેનો દુનિયા વી જીવન સફળ થઇ જાયે છે . અને એક ખોટો મિત્ર આખી જિંદગી બરબાદ કરી નાખતો હોય છે. ત્યારે દરેક ના જીવનમાં સારો અને સાચો મિત્ર હોવો પણ ખુબજ જરૂરી છે.. આજના દેખા દેખીના સમયમાં તો દરેક માટે સાચો અને સોના જેવો ખરો મિત્ર શોધવો પણ જાણે મુશ્કેલ બની રહયું હોય તેમ સાચા મિત્રની તલાશમાં ક્યારે ખોટાના સંગતમાં પણ આવી જવાય છે.
પરંતુ મોજીલા સુરતી લાલાઓ માટે તો વાતજ જુદી હોય છે કારણકે સુરત ની પ્રજા દરેક બાબતે મોખરે છે એ પછી ખાવાની વાત હોય ફરવાની વાત હોય કે પછી સેવાની દરેક બાબતે અવ્વલ રહેનાર સુરતની પ્રજા કેમ દોસ્તીમાં પાછળ રહી જાય એવું બને ખરું ? ત્યારે સુરતમાં ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓ દ્વારા આજના દિવસને યાદ કરતા આજે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં દરેક વિદ્યાર્થીઓ દ્વારા પંદર દિવસથી વધુ સમયથી સદંતર મહેનત કરી આની તૈયારીઓ કરી રહ્યા હતા. જેને લઈને આજે સવારથીજ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.જ્યાં અલગ અલગ ગ્રુપના વિદ્યાર્થીઓ દ્વારા અનેક પ્રકારના અલગ અલગ પર્ફોમન્સ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યત્વે મ્યુઝિકલ ડાન્સ પર્ફોર્મન્સ પણ સામેલ હતું જ્યાં વર્ગ અને કોલેજ કેમ્પસની અંદરનો જે માહોલ હતો તે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને એક રમૂજ તરીકે પોતાના જ ક્લાસમેટ માટે અલગ-અલગ ટેગ પણ આપવામાં આવ્યા હતા. જેને લઇને ખૂબ જ હળવાશ ભર્યો અને એકબીજા પ્રત્યેનો લાગણીસભર વાતાવરણ ઊભું થયું હતું.