અભિનેત્રી તુનિષા શર્મા ના મોતનું કારણ જાણવા માટે મુંબઈ પોલીસ સતત તપાસમાં છે. આ સમયે સતત આ આપઘાત કેસને ધ્યાનમાં લઈને કોઈને કોઈ શોકિંગ માહિતી સામે આવી રહી છે. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે આત્મહત્યા કરતા પહેલા તુનિષા શર્માએ બોયફ્રેન્ડ શીઝાન ખાન સાથે કલાકો સુધી ચેટમાં વાત કરી હતી. ત્યારપછી તુનિષાએ ફાંસી લગાવી આપઘાત કરી લીધો. તેવામાં સવાલ ઉઠે છે કે બંને વચ્ચે ચેટમાં એવી શું વાત થઈ હશે કે તુનિષાએ પોતાનું જીવન ખતમ કરવાનો નિર્ણય લઈ લીધો. પોલીસના હાથમાં લાગેલા તુનિષાની એક ચેટથી મહત્વનો ખુલાસો થયો છે.
એકટ્રેસની ચેટથી જાણવા મળ્યું કે તે આત્મહત્યા કરતા પહેલા જે વ્યક્તિ સાથે છેલ્લી વાત કરી રહી હતી તે કોઈ બીજા નહીં પરંતુ શીઝાન ખાન છે. તુનિષા અને શીઝાન વચ્ચે ચેટમાં લાંબી વાત થઈ હતી. તેના થોડા જ સમય પછી તુનિષા મેકઅપ રૂમમાં પહોંચી હતી અને તેણે આત્મહત્યા કરી લીધી હતી. તુનિષાના માતાની એફઆઈઆર બાદ શીઝાન પોલીસ કસ્ટડીમાં છે. શીઝાનને પોલીસ સતત તુનિષા સાથે છેલ્લા ચેટમાં શું વાત થઈ તેને લઈને સવાલ પૂછી રહી છે.
શીઝાન સૂત્રો પ્રમાણે પૂછપરછમાં સહયોગ કરી રહ્યો નથી. પોલીસે જ્યારે શીઝાનને અભિનેત્રી સાથે થયેલી છેલ્લી વાતચીત વિશે પૂછ્યું તો તે રડવા લાગ્યો અને સવાલના જવાબ આપવાથી બચી રહ્યો છે. જવાતા કહ્યે કે શીઝાનનો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં તે તુનિષાને હોસ્પિટલ લઈ જતા જોવા મળ્યો છે. આ વીડિયોમાં શીઝાનની સાથે ટીવી સીરિયલના બે બીજા લોકો જોવા મળ્યા છે.
આ પહેલા મુંબઈ પોલીસે કોર્ટમાં શીઝાન ખાનના રિમાન્ડ વધારવાની માંગ કરી હતી, ત્યારબાદ કોર્ટે બે દિવસના રિમાન્ડ વધારી દીધા છે. આ વચ્ચે તેમના માતાએ નવી જાણકારી આપી છે. તુનીષાના મામા પવન વર્માનું કહેવું છે કે પોલીસે કોર્ટમાં કહ્યું કે શીઝાન અન્ય મહિલાઓ સાથે પણ રિલેશનમાં છે. તો જ્યારથી તુનીષા શીઝાનના સંપર્કમાં આવી, ત્યારથી તેના વર્તનમાં ફેરફાર થયો અને તેણે હિજાબ પહેરવાનું શરૂ કરી દીધું હતું.