આમ તો સોશિયલ મીડિયા પર ડાન્સને લગતા ઘણા વીડિયો વાયરલ થતા હોય છે જેમાં લોકો અવનવા સ્ટેપ્સ કરતા જોવા મળતા હોય છે ત્યારે બાળકોથી લઈ દરેક ઉંમરના લોકો પોતાના ડાન્સ વીડિયો શેર કરતા હોય છે. અત્યારે 80 વર્ષના દાદા જોરદાર અને ઉંમરલાયક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેનો ડાન્સ જોઈને તમે માત્ર વાહવાહી જ નીકળશે.
80 વર્ષના આ ‘કાકા’ આવો બ્રેક ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે, જેને જોઈને મોટા-મોટા ડાન્સર્સ પણ પ્રભાવિત થઈ જશે અને દિલ દઈ બેસશે.કાનમાં ઈયરફોન પહેરીને આ કાકા કોઈની પણ પરવા કર્યા વગર દિલ ખોલીને ડાન્સ કરે છે અને તેમના માટે ખૂબ જ તાળીઓ પડી રહી છે.
ઇન્સ્ટાગ્રામ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં 75-80 વર્ષનો એક વ્યક્તિ ખુલ્લા રસ્તા પર જોરદાર ડાન્સ કરતો જોવા મળે છે. કેટલાક અન્ય કલાકારો પણ ત્યાં પરફોર્મ કરતા જોવા મળે છે. ‘સજના હૈ મુઝે સજના કે લિયે’ ગીત પર અંકલ બ્રેક ડાન્સ કરે છે, તેમના સ્ટેપ અને એનર્જી બંને અદ્ભુત છે.
View this post on Instagram
જોકે સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનો ખજાનો છે અહીં ક્યારે શું વાયરલ થઈ જાય કંઈ કહી ન શકાય.