હોટેલ ,રેસ્ટોરન્ટ અને કોઈ પણ વસ્તુની ખરીદીના બિલ ફેંકતા નહીં, આ એપ પર બિલ અપલોડ કરવાથી પૈસા પાછા મળશે ..

નવી દિલ્હી (New Dilhi ): આપણે  હોટેલ ,રેસ્ટોરન્ટ અને કોઈ પણ વસ્તુની ખરીદીકરવી એટલે બીલની ચુકવણી કરીએ છીએ ત્યારે આપણે  જીએસટીનું ચુકવણી પણ કરીએ છીએ. તેની સામે આપણે ચુકવેલ પૈસાની સામે બિલ પણ આપવામાં આવે છે. આપણે મોટા ભાગે તે બિલને બાદમાં બેકાર સમજીને ફેંકી દેતા હોય છે પણ હવે આવું કરવાની ભૂલ કરતા નહીં.

કોઈ ચીજ ખરીદવા અથવા કોઈ સેવાના ઉપયોગ બાદ મળતા બિલ આપને 10,000 રૂપિયાથી એક કરોડ રૂપિયા અપાવી શકે છે. તે સંભવ હશે કે સરકારની ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજનાથી શક્ય છે.  લોકોમાં દરેક ખરીદી કરતી વખતે બિલ માંગવાની આદત વિકસિત કરવા માટે સરકાર એક સપ્ટેમ્બરથી છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મેરા બિલ મેરા અધિકાર પ્રોત્સાહન લોન્ચ કરશે.

આ એપ આઈઓએસ અને એંડ્રોયડ બંને મંચ પર મળશે. આ એપ પર બિલ અપલોડ કરવાનું રહેશે. એપ પર અપલોડ કરવામાં આવેલ ઈનવોઈસમાં વિક્રેતાનું જીએસટીઆઈએન, ઈનવોઈસ નંબર, ચુકવણીની રકમ અને ટેક્સ રકમની જાણકારી હોવી જોઈએ.

એક વ્યક્તિ એક મહિનામાં વધુમાં વધુ 25 બિલ અપલોડ કરી શકશે. બિલની રકમ ઓછામાં ઓછી 200 રૂપિયાની હોવી જોઈએ. અનુમાન છે કે એપ પર અપલોડ કરવામા આવતા બિલને માસિક અથવા ત્રિમાસિક આધાર પર લકી ડ્રો કાઢવામાં આવશે. જેવું દર મહિને 500 લકી ડ્રો કમ્પ્યુટરની મદદથી કાઢવામાં આવે, જેમાં ગ્રાહકોને લાખો રૂપિયાનું ઈનામ મળશે.