રાજ્યભરમાં બાળકને ત્યજી દેવાના ખુબ જ બનાવ સામે આવતા હોય છે,હાલમાં જ વધુ એક બનાવ સામે આવ્યો છે.,આશરે 5 થી 6 દિવસનું નવજાત બાળક ગટરમાં પડેલું હોવાનું જાણવા મળે છે. માહિતી બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, બાળકને બહાર કાઢ્યું અને જ્યારે માસૂમ બાળકની હાલત નાજુક થઈ ગઈ, ત્યારે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
મળતી માહિતી મુજબ,સેક્ટર-66 પાસે નાળામાં પડેલું હતું. જ્યારે કોઈએ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો, ત્યારે તેણે જોયું કે નાના બાળક જેવું કંઈક ગટર પાસે પડ્યું હતું.,બાળકની ઉંમર આશરે 5 થી 6 દિવસની હોવાનું જણાયું હતું.
બાળકની ગંભીર હાલત જોઈને તેને તાત્કાલિક સેક્ટર-71ની કૈલાશ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બાળકને રાત્રે દાખલ કરવામાં આવ્યો ત્યારે તેની હાલત નાજુક હતી. બાળક ખૂબ રડતું હતું અને તેને તાવ પણ હતો.બાળકની સ્થિતિ ખુબ જ દયનીય હતી.
હાલમાં તો પોલસ જ બાળકની સર સંભાળ રાખી રહી છે,અને તેની ક્રૂર માતાને શોધી રહી છે,જેણે નવજાત બાળકને આમ કચરામાં ફેકી દીધું.