રાજ્યભરમાં મોતના સમાચાર ખુબ જ સામે આવી રહ્યા છે,હાલમાં વધુ એક મોતના સમાચાર સામે આવ્યા છે,જેમાં સાવ નાના 2 મિત્રોનું મોત થયું હોવાનું માહિતી મળી રહી છે,આ ઘટનામાં શાળાએથી આવીને નદીમાં ન્હાવા ગયેલા બે વિદ્યાર્થીઓ પાણીમાં ડૂબી ગયા હતા.
મળતી માહિતી મુજબ, 12 વરસના અમન કુમાર અને 14 વર્ષના ચંદન કુમારનું મોત થયું છે. બંને ધોરણ નવમાં અભ્યાસ કરતા હતા.,શાળાએથી આવીને નદીમાં ન્હાવા ગયેલા બે વિદ્યાર્થીઓ પાણીમાં ડૂબી ગયા હતા.તરત જ પરિવાર તેમજ અન્ય લોકોને જાણ થતા તરત જ તરવૈયાને બોલાવવામાં આવ્યા હતા.
પછી પોલીસને બોલાવવામાં આવ્યા હતા, રબાદ એનડીઆરએફની ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. તેમણે પણ બે કલાક સુધી શોધખોળ કરી પરંતુ બંનેનો કોઈપણ પ્રકારનો પતો લાગ્યો નહીં.
ઘણી શોધ પછી પણ બંને બાળકોના મૃતદેહનો પત્તો લાગ્યો ન હતો,સવારે બંને બાળકોના મૃતદેહ આપમેળે ઉપર ઉપર આવી ગયા હતા.ગામ લોકો તેમજ અન્ય લોકો ખુબ જ સંખ્યામાં એકઠા થઇ ગયા હતા,બંને બાળકનો પરિવાર ખુબ જ ઊંડા આઘાતમાં સરી પડ્યો હતો.
આ ઘટના બિહારના મોતીહારી માંથી સામે આવી રહે છે.આ ઘટનાને લઈને પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.