જામનગર (Jamnagar ): શહેરોમાં તો દુષ્કર્મના બનાવો વધારો થાય છે પણ હવે તો નાના ગામડાઓમાં પણ તેમાં વધારો જોવા મળી રહ્યો છે .મળતી જાણકારી મુજબ , જામનગર જિલ્લાના જોડિયા ગામમાં એક સાત વર્ષ ખેત મજૂરની દીકરી પર દુષ્કર્મ આચરાયુ છે.એક મજૂરીયાતની દીકરી પર એક શખ્સે એકલતાનો લાભ લઇને દુષ્કર્મ આચર્યુ છે
ખરેખરમાં, બન્યુ એવું છે કે, જોડિયા ગામમાં રહેતા ખેત મજૂર પરિવાર જ્યારે મજૂરી કરવા ગયો, ખેતીકામ કરતા પિતા ખેતી કામ માટે ખેતરમાં ગયા હતા, તે સમયે 25 વર્ષીય શખ્સે ખેત મજૂરની સાત વર્ષની દીકરી પર નજર બગાડી હતી, અને તેનો એકલતાનો લાભ લઇને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ,
આ આરોપીનું નામ અશ્વિન ગોહિલ છે. જોકે, બાદમાં આ સમગ્ર મામલા પ્રકાશમાં આવતા જોડિયા ગામમાં ખળભળાટ મચી ગયો હતો, અને બાદમાં પોલીસે દુષ્કર્મ આચરનાર આરોપી અશ્વિન ગોહિલની ધરપકડ કરી લીધી હતી.