સુરત(surat):અવાર નવાર એવી ઘટના બનતી હોય છે ,જે જાણીને ખુબ જ નવાઈ લાગતી હોય છે,સુરતમાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે.પત્નીને સુરત છોડી અમેરિકા જતા રહેલા પતિ સામે કરાયેલાં ભરણપોષણના કેસમાં કોર્ટે વિદેશ રહેતા પતિને મહિને એક લાખ ભરણપોષણ પેટે અને રૂપિયા 50 હજાર પત્નીના ઘરના ભાડા રૂપે ચૂકવવાનો હુકમ કર્યો હતો.
ઘોડદોડ રોડ ખાતે રહેતા સોનલના લગ્ન અમેરિકા ખાતે રહેતા ઇન્દ્રજિત સાથે વર્ષ 2017માં થયા હતા. જો કે, લગ્ન બાદથી જ પતિ અને પત્ની વચ્ચે મેળાપ ન થાય એ માટે સાસુ અને માસી સાસુ કાવાદાવા કરતા રહેતા હતા.
હનિમૂન પર ગયા હતા ત્યાર પણ બંને વારંવાર ફોન કરીને હેરાન કરતા હતા અને અરજદાર પત્ની વિરુધ્ધ કાનભંભેરણી કરતા રહેતા હતા જેથી દંપતિ વચ્ચે સતત ઝઘડો થતો રહેતો હતો.
દંપિત હનિમૂન પરથી પરત ફર્યું ત્યારબાદ તો સાસુ અ્ને માસી સાસુએ હદ કરી નાંખી હતી.દંપતિ બેડરૂમમાં સૂતા હોય ત્યારે બંને બેડ પર આવીને વેચમા જ સૂઈ જતા હતા.પતિ પણ ચઢાણમી આવી પત્ની પાસે દહેજની વધારાની રકમ માગતા હતા. અરજદાર કોઈ કામ માટે ઘરની બહાર ગયા હોય અ્ને પરત ફરે તો દરવાજો ખોલવામાં આવતો નહતો, અને તુ અહીંથી જતી રહે એવુ કહી દરવાજો ખોલવામાં જ આવતો નહતો.
પતિ અચાનક જ એક દિવસ અમેરિકા જતો રહ્યો હતો અને પત્નીને જાણ સુધ્ધા કરી ન હતી. મજબૂરીમાં પિતાના ઘરે શરણ લેવાની ફરજ પડી હતી. આ દરમિયાન પરિણીતાએ ન્યાય મેળવવા કોર્ટમાં અરજી કરી હતી.પત્નીએ પોતાની પર કરાયેલાં માનસિક ત્રાસના પેટે રૂપિા 25 લાખ માગ્યા હતા.