આજથી રાજ્યમાં ઉનાળાની સત્તાવાર શરૂઆત થઈ ચૂકી છે. લોકોને ગરમીનો અહેસાસ પણ અનુભવાય રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે જાહેરાત કરી દીધી છે કે આજથી સત્તાવાર રીતે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળો પુરો થયો છે. ઉનાળો શરૂઆતથી આકરો રહેવાનું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે. રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવ રહેશે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાવવાની શક્યતા છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેવાની શક્યતા છે. જોકે, 24 કલાક બાદ 2થી 3 ડીગ્રી તાપમાન ઘટશે. અમદાવાદ અને ડીસાનું મહત્તમ તાપમાન 38 ડીગ્રી રહેવાનું અનુમાન છે તો ભુજ અને રાજકોટનું મહત્તમ તાપમાન 40 ડીગ્રી રહેવાની શક્યતા છે.
હવે દેશભરમાં ગરમીનો પારો ઉંચકવા માંડ્યો છે. તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે. દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂશાને ગરમી સંબંધિત રોગો અંગે રાજ્યો અને સંઘના પ્રદેશોને ચેતવણી આપી છે. તેમણે દરેકને ‘નેશનલ એક્શન પ્લાન’ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે. તે જણાવે છે કે દેશના કેટલાક સ્થળોએ તાપમાન પહેલાથી જ ઉચ્ચ સ્તર પર પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં, ગરમીથી થતા રોગો પણ વધવા માંડશે. આને ધ્યાનમાં રાખીને, કેન્દ્રએ પહેલાથી જ તમામ રાજ્યોને ચેતવણી આપી છે. કેટલાક દિવસથી રાજ્યના લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે. ખેતરોમાં ઉભા પાક પર કમોસમી વરસાદના વાદળો ઘેરાઈ શકે છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, આગામી 4 માર્ચથી રાજ્યમાં માવઠું પડી શકે છે. એનપીસીએચએચ, એનસીડીસી, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા રાજ્યોમાં મોકલેલા આ પત્રમાં હીટવેવની આગાહી દર્શાવે છે. તમામ રાજ્યોમાં, જિલ્લા અને શહેરના આરોગ્ય વિભાગોને ગરમીથી સંબંધિત આરોગ્ય એક્શન પ્લાનને ફરીથી રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે. આની સાથે, રાજ્યના આરોગ્ય વિભાગોને તબીબી અધિકારીઓ, આરોગ્ય કર્મચારીઓ, જમીની સ્તરના કામદારોને ગરમીથી થતા રોગો, તેની ઝડપથી ઓળખ અને સંચાલન પ્રત્યે સંવેદનશીલ રાખવા અને ક્ષમતા વધારવાના પ્રયત્નો ચાલુ રાખવા કહેવામાં આવ્યું છે.
આરોગ્ય વિભાગને બધી જરૂરી દવાઓ, ઇન્ટ્રાવેનસ ફ્લૂડ, આઇસ પેક, ઓઆરએસ અને બધી જરૂરી વસ્તુઓની પૂરતી ઉપલબ્ધતા માટે સૂચના આપવામાં આવી છે. આરોગ્ય સુવિધાની તૈયારીઓની સમીક્ષા કરવી જોઈએ. બધી આરોગ્ય સુવિધાઓને પણ પૂરતા પ્રમાણમાં પીવાના પાણીની ઉપલબ્ધતા માટે કહેવામાં આવ્યું છે. તો વળી હવામાન વિભાગે વાત કરી કે ઉત્તર પૂર્વમાં પવનોની દિશા બદલાતા ગરમીનું જોર વધે એવી શક્યતા પણ બતાવવામાં આવી છે. આગામી બે દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો જોવા મળશે. ગુજરાતમાં સત્તાવાર રીતે ઉનાળો આવી ગયો હોવાથી અમદાવાદ જેવા શહેરમાં લોકોને તપવા માટે પણ હવે તૈયાર રહેવું પડશે.