જુનાગઢના મનપાના લંપિગ્રસ્ત ગૌધન ના આઈસોલેશન સેન્ટરમાં જોવા મળી બદતર સ્થિતિ

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે લંપીગ્રસ્ત પશુઓ માટે આઇસોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે આ આઇસોલેશન સેન્ટરમાં 40 થી 50 ગૌધનને સારવાર આપવામાં આવી રહી છે મનપા સંચાલિત isolation સેન્ટરમાં ચારે બાજુ ભારે કીચકાણ જોવા મળી રહ્યું છે કોઈપણ જાતની વ્યવસ્થા મનપા તંત્ર દ્વારા કરવામાં આવી નથી અનેકવાર રજૂઆતો કરવા છતાં બીમાર લંપીગ્રસ્ત ગાયો રોગથી પીડાઈ રહી છે તેને ઉપર આભ નીચે ધરતી જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે કારણ કે હાલ ચોમાસાની સિઝન હોય વરસાદી માહોલ હોય છતાં પણ ગૌવંશને માથે છાપરું નાખવામાં આવ્યું નથી વરસાદના માહોલમાં ગૌવંશ પાણીમાં પલડી રહી છે નીચે કાદવ કિચડ અને ગારો જોવા મળી રહ્યો છે પાણીની કુંડીઓ નથી પાણી માટે ડોલ મૂકી દેવામાં આવી છે જેમા પાણી પીવા મજબૂર બને છે આ અંગે જીવ દયા પ્રેમીઓએ મનપા તંત્રને રજૂઆત કરી છે કે આઈસોલેશન સેન્ટરમાં તાત્કાલિક તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવે પરંતુ હજુ સુધી જીવદયા પ્રેમીઓની રજૂઆત બહેરાકાને અથડાતી હોય તેવું હાલ લાગી રહ્યું છે