સુરત (surat ):સુરતમાં નાની બાળકીઓ બાદ હવે શ્વાન પણ સુરક્ષિત નથી એવું કહીએ તો કશું ખોટું નથી. સુરતના નવસારી બજારમાં માનવતાને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. આ વિસ્તારમાં આવેલી મલેકવાડી નલવાલા શેરીમાં 60 વર્ષના વૃદ્ધે શ્વાન સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હોવાની શરમજનક ઘટના બની હતી.
નવસારી બજાર વિસ્તારમાં આવેલા મળી ખાતે રહેતા હરેશ મારું નામનો 70 વર્ષે વ્યક્તિ છેલ્લા લાંબા સમયથી પોતાના વિસ્તારમાં રહે છે. તે શ્વાન સાથે દુષ્કર્મમાં આચરતો હતો. આ મામલે સ્થાનિક લોકો દ્વારા ફરિયાદો મળતી હતી પણ કોઈ વ્યક્તિ ધ્યાન આપતું ન હતું.
જોકે સોસાયટીના એક જાગૃત નાગરીકે આધેડનો વિડીયો બનાવી દીધો હતો અને સમગ્ર વિસ્તારમાં વાત કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.આ વિકૃત વ્યક્તિ છેલ્લા ત્રણ વર્ષથી આ વિસ્તારની શ્વાન સાથે આ પ્રકારનું દુષ્કર્મ આચારતો હોવાનું સામે આવતા સ્થાનિક લોકોએ વિડીયોના આધારે સુરતના અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સામે ફરિયાદ જતા પોલીસે ફરિયાદ દાખલ કરી આજે કાયદેસરની કાર્યવાહીની તજવીજ શરૂ કરી હતી. આ સમગ્ર મામલો સામે આવતા ભલભલાના હોશ ઉડી ગયા હતા