સુરત:ગુજરાતમાં અવારનવાર આપણે જોતા હોઈએ છીએ કે વિદ્યાના ધામમાં અથવા તો કે વિદ્યાના ધામની આસપાસ ગેરકાયદેસર રીતે કાર્યો થતા જોવા મળે છે. ત્યારે હાલમાં જ પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ દ્વારા શહેરના અડાજણ વિસ્તારના આનંદ મહલ રોડ પરથી જાણીતી શાળાની બાજુમાંથી કુટણખાનું ઝડપી પાડવામાં આવ્યું છે.
મળતા સમાચાર અનુસાર અડાજણ આનંદમહલ રોડ પર એસ્કોન પ્લાઝામાં બ્લુ હેવન સ્પામા ધમધમી રહેલું કુટણખાનું ચાલતું હોવાની વાત મળી હતી. આ વાતને કારણે જ પોલીસ દ્વારા રેડ કરી સ્પાના સંચાલક પરી વિક્રમ કુમાર ભણવાલ મેનેજર મિતેશ મુકેશભાઈ રાઠોડ તથા મનીષભાઈ ધીરુભાઈ મુંજાણીની ધરપકડ કરવામાં આવી હતી.
આ સ્પા માં સંપૂર્ણ સુરક્ષા અને વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસે સ્પામાં વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે ગ્રાહકોને ઓનલાઇન પેમેન્ટ કરવાની સુવિધા સાથે સાથે ગુગલ પે અને પેટીએમ સ્કેનર પણ રાખવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા કુલ 7,690 નો મુદ્દા માલ કબજે કર્યો હતો.
આ સ્પા એ શહેરની જાણીતી ભૂલકા ભવનની બાજુમાં આવેલું છે. આ પ્લાઝામાં સતત લોકોની અવરજવર રહે છે અને તે છતાં પણ સ્પા આસપાસ ચાલતું હતું. તેથી આસપાસના રહીશો દ્વારા પોલીસ પર પણ તીર સાધવામાં આવી રહ્યું છે.