અમદાવાદ:ગુજરાતમાંથી અવારનવાર હત્યા અને આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે હાલમાં જ અમદાવાદ નરોડા વિસ્તારમાં એક આત્મહત્યા નો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે એક જુવાન દીકરાએ ગળાફાંસો ખાઈ લેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
આ ઘટનાની સાથે જ પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આ સમગ્ર ઘટનાનો ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને આ ઘટનાને લગતા જરૂરી પુરાવાઓ ભેગા કર્યા હતા અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
આ સમગ્ર ઘટના અમદાવાદની અંદર આવેલા નરોડા વિસ્તારની અંદર ચિલોડા સર્કલ પાસે કૈલાસ રોયલ ની અંદર રહેતા માખીજા પરિવારમાં બની હતી. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે અંદાજે આઠ મહિના પહેલા લખન માખી જા તેની સોસાયટીમાં રહેતી વંદના નામની છોકરીને સાથે મિત્રતા માં પ્રેમ સંબંધ બંધાયો હતો. આ પ્રેમ સંબંધ આગળ વધતા બંનેએ સગાઈ કરી લીધી હતી અને ટૂંક સમયમાં લગ્નજીવનમાં જોડાવા જઈ રહ્યા હતા તેવા સમયની વચ્ચે યુવકે આત્મહત્યા કરી લેતા પરિવાર પર આભ ફાટી ગયું હતું
પોલીસ તપાસની સાથે સાથે પરિવારે જ્યારે દીકરાનો ફોન તપાસ્યો ત્યારે તેની મંગેતર સાથે કરેલા મેસેજ અને કોલ રેકોર્ડર સામે આવ્યા હતા તેના પરિવારના સભ્યો જણાવે છે કે વંદના નામની છોકરી અલગ અલગ રીતે યુવક પાસે માંગણી કરતી હતી અને ધીરે ધીરે યુવતી ની માંગણી વધતી જતી હતી અને અંતે તેને મંગેતરે વંદના ને લેહ લદાખ લઈ જવા માટે પણ કહ્યું હતું અને એક લાખ રૂપિયાની માંગણી પણ કરવામાં આવી હતી.
યુવકે આ યુવતી ની તમામ માંગણી પણ પૂરી કરી હતી પરંતુ યુવતીએ વધુ ગોલ્ડ અને ડાયમંડની પણ માંગણી કરી હતી અને યુવક આ માન સંતોષવામાં અંતે અસમર્થ રહ્યો હતો તેના કારણે બંને પરિવાર વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ત્યારબાદ યુવતીએ કેનેડા જવાનું કહીને યુવક પાસે એક કરોડ રૂપિયાની પણ માંગણી કરી હતી અને યુવતી યુવકને માનસિક રીતે ત્રાસ આપતી હતી ત્યારે આ તમામ માંગથી અને માનસિક ત્રાસથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે ત્યારે આ અંગે પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.