અમદાવાદ(Amadavad):આજ કાલ હત્યાના બનાવ ખુબ બની રહ્યા છે,હાલ અમદાવાદના બાપુનગરમાં ધ્રુજાવી દેતો કિસ્સો સામે આવ્યો છે,જેમાં સગા પુત્રએ જ એક માની હત્યા કરી છે.,પુત્રએ જ માતાની હત્યા કરતા વિસ્તારમાં અરરાટી મચી જવા પામી હતી. ભગતીનગર પાસેના મકાનમાં પુત્રએ વૃદ્ધ માતાની હત્યા કરી આપઘાતનો પ્રેયાસ કર્યાની માહિતી છે.
વૃદ્ધ માતાને પુત્રએ લોખંડના હથોડાથી હત્યા કરી હતી. પુત્રને દારૂના નશાની ટેવ હોવાની વાત સામે આવી છે,હત્યાનું કારણ હજુ સામે આવ્યું નથી.માં પુત્રના સબંધને શર્મસાર કરતો કિસ્સો સામે આવતા લોકો ખુબ જ ગુસ્સાની નજર થી જોઈ રહ્યા છે.
ત્યાર પછી આરોપી વિનોદ પરમારે ઘરની અંદર રહેલું એસિડ ઘટઘટાવી લેતા સારવાર માટે તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવ્યો હતો અને આ પ્રકારના બનાવ અંગે બાપુનગર પોલીસે વિનોદ અત્યારે અકસ્માતનો મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ત્યાર પછી વિનોદ પરમાર ની સારવાર થયા બાદ તેમની હત્યાના ગુનામાં તેની ધરપકડ કરી લેવામાં આવશે.