પાકિસ્તાનના ઈશારે બેઠક કરી રહેલા 10 આતંકવાદીઓની જમ્મુ-કાશ્મીરમાં ધરપકડ..જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 1 મહિનામાં 11 આતંકવાદીઓ માર્યા; જય હિન્દ

જમ્મુ કાશ્મીર (jmmu Kashmir):જમ્મુ-કાશ્મીરમાં સેના અને પોલીસે છેલ્લા મહિનામાં 11 આતંકવાદીઓને ઠાર કર્યા છે. 23 જૂને કુપવાડામાં 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેઓ પાકિસ્તાનથી ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ પહેલાં 16 જૂને કુપવાડામાં જ 5 આતંકવાદીઓ માર્યા ગયા  હતા .આ સિવાય 13 જૂને માછિલ સેક્ટરમાં સુરક્ષાદળોએ 2 આતંકીઓને ઠાર કર્યા હતા.

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે,આતંકવાદીઓ વિદેશી સંસ્થાઓના સંપર્કમાં હતા.આ લોકો સામે કોઠીબાગ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિનો કેસ નોંધાયેલો છે.આમાંના કેટલાક લોકોએ JKLFના ફારુક સિદ્દીકી અને રાજા મુઝફ્ફરની આગેવાની હેઠળની કાશ્મીર ગ્લોબલ કાઉન્સિલ જેવા અલગતાવાદનો પ્રચાર પણ કર્યો હતો. ધરપકડ પછી, આતંકવાદીઓએ મિટિંગના મુદ્દાને લઈને મનઘડંત કહાનીઓ જણાવી હતી. જ્યારે બેઠકનો વાસ્તવિક એજન્ડા પ્રતિબંધિત સંગઠનોને ફરીથી સક્રિય કરવાની વ્યૂહરચના પર ચર્ચા કરવાનો હતો.

તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે 13 જૂન 2023ના રોજ આવી જ એક બેઠક યોજાઈ હતી, જેમાં મોટાભાગના લોકોએ હાજરી આપી હતી. તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ મોહમ્મદ યાસીન ભટ, મોહમ્મદ ભટ, મોહમ્મદ રફીક પેહલુ, મોહમ્મદ હસન, શમ્સ ઉદીન રહેમાની, અમીર અહેમદ તરીકે કરવામાં આવી છે.