સુરત એરપોર્ટ પરથી મળ્યા સોનાનાં 10 બિસ્કીટ મોબાઈલ ફોનના કવરમાંથી ઝડપાયા

સુરત એરપોર્ટ પરથી સોનાના બિસ્કીટ ઝડપાયા છે. મોબાઈલ ફોનના ફ્લીપ કવરમાં સોનાના બિસ્કીટ સંતાડી રાખવામાં આવ્યાં હતાં. જો કે આ બનાવની જાણ અમદાવાદ કસ્ટમ એર ઇન્ટેલેજીન્ટ યુનિટને થતા તેઓએ મોબાઈલ ઝડપી પાડ્યો હતો. મળી આવેલા 10 બિસ્કીટની કિંમત 68 લાખનાં હોવાનું જાણવા મળ્યું છે. સુરત (Surat) એરપોર્ટ પર એક લગેજ ટ્રોલીમાંથી મોબાઇલ ફ્લીપ કવર મળી આવ્યા હતા. જેને ખોલતા સોનાના 10 જેટલા સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. જેની કિંમત અંદાજે 67 લાખ રુપિયા જેટલી થાય છે. સુરત એરપોર્ટને જ્યારથી ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે ત્યારથી વિદેશથી આવતી ફ્લાઇટમાં દાણચોરીની ઘટનાઓ બનતી હોવાનું સામે આવી રહ્યુ છે. ત્યારે સુરત એરપોર્ટ પર વધુ એક આવી ઘટના સામે આવી છે.

સુરત એરપોર્ટ પરથી 67 લાખના 10 સોનાના બિસ્કિટ બિનવારસી હાલતમાંથી મળી આવ્યા છે. સુરત એરપોર્ટ પર લગેજ ટ્રોલીમાંથી આ સોનાના બિસ્કિટ મળી આવ્યા છે. પકડાઇ જવાના ડરથી મુસાફર બિસ્કિટ મુકીને ફરાર થયા હોવાની પોલીસને આશંકા છે. કસ્ટમ વિભાગે સોનાના બિસ્કીટનો કબજો લઇ તપાસ હાથ ધરી છે. અધિકારીઓએ આ અંગે એરપોર્ટ પર હાજર લોકોની પૂછપરછ કરી હતી, પરંતુ કોઈ પણ વ્યક્તિએ તેની માલિકીનો દાવો કર્યો નથી. જેથી આ સોનાના બિસ્કીટ કબજે લેવામાં આવ્યા છે. મોબાઈલ ફોનના કવરમાં મળી આવેલા સોનાના 10 બિસ્કીટની કિમંત 68 લાખ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અહી શારજહાંથી ફ્લાઈટ સુરત એરપોર્ટ પર આવી હતી અને ત્યારબાદ અહીથી સોનાના બિસ્કીટ મળી આવ્યા હતા. કોઇ પેસેન્જર દ્વારા કસ્ટમ વિભાગને જાણ કરાતા કસ્ટમ વિભાગને જાણ કરાતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં એક લગેજ ટ્રોલીમાં કેટલોક સામાન બિનવારસી હાલતમાં પડેલો હતો. જેમાં મોબાઈલનું ફ્લિપ કવર અને અન્ય વસ્તુઓ પણ હતી. જે પછી આ તમામ વસ્તુઓ કસ્ટમ વિભાગે કબ્જે લઇને તેની ચકાસણી કરી હતી. તપાસ કરતા મોબાઇલ ફ્લિપ કવરમાંથી વિદેશમાં તૈયાર કરવામાં આવેલા 1166 ગ્રામનાં 10 સોનાનાં બિસ્કિટ્સ મળ્યાં હતાં. એરપોર્ટ પર વિદેશથી ફ્લાઈટ લેન્ડિંગ પછી કસ્ટમ દ્વારા પેસેન્જરની તપાસ કરવામાં આવતી હોય છે. ત્યારે ગોલ્ડ લાવનાર વ્યક્તિએ બચવા માટે ટ્રોલી મૂકી એરપોર્ટ બહાર નીકળી ગયો હોય એવી આશંકા છે.