મોરબી પુલ દુર્ઘટનાના મૃતકોને ઓરેવા જૂથે ચુકવવા પડશે આટલા લાખ, કોર્ટ નો આદેશ

મોરબી પૂલ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબી બ્રિજ કેસમાં સરકાર સામે પીડિત પરિવારોની નારાજગી વ્યક્ત કરી હતી. સરકાર દ્વારા પીડીત પરિવારોને યોગ્ય વળતર ન આપતા પીડિત પરિવારોએ નારાજગી વ્યક્ત કરી હતી. જે સમગ્ર બાબત પછી ગુજરાત હાઇકોર્ટે પ્રાથમિક સંકેત આપ્યા છે. મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટ વચગાળાનો આદેશ આપી ઓરેવાં કંપનીએ દરેક મૃતકોના પરિવારજનોને પ્રતિ વ્યક્તિ 10 લાખ ચૂકવવા જણાવ્યુ છે.

દરેક ઈજાગ્રસ્તોને બે લાખ રૂપિયા ચૂકવવા પણ હાઇકોર્ટના આદેશ કર્યો છે. આ કેસમાં ભોપાલ ગેસ કાંડ અને દિલ્લી ઉપહારકાંડના વળતર અંગેનો ચુકાદો કોર્ટમાં રજૂ કરાયો હતો. જેને લઇને આ કેસમાં મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. મોરબી બ્રિજ હોનારતનો મામલે OREVA જૂથે મૃતકોના પરિવારને 3.5 લાખ વળતર ચુકવવાની તૈયારી દર્શાવી છે તેમજ ઇજાગ્રસ્તને 1 લાખ એડ હોક વળતર ચુકવવા અંગેની તૈયારી દર્શાવી છે. જે મામલે કોર્ટે કહ્યું છે કે, શુ તમારી દષ્ટી વળતર પુરતુ અને વ્યાજબી લાગે છે? તેમજ કોર્ટે કહ્યું કે, અમને આ રકમ વ્યાજબી લાગતી નથી. જે સમગ્ર મામલે કોર્ટ મિત્ર કહ્યું કે, અસરગ્રસ્તોને વધુ વળતર મળવું જોઇએ.

તમને જણાવી દઈએ કે, સમગ્ર મામલે વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરાશે. મહત્વનું છે કે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલે પ્રતિ મૃતક 5 લાખ ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. જયસુખ પટેલના વકીલે કહ્યું હતુ કે, અમારી અમુક મર્યાદા છે. હાલ પૂરતું વચગાળાનું વળતર આ રીતે આપી શકીએ એમ છીએ. તો કોર્ટે જયસુખ પટેલના વકીલને કહ્યું હતુ કે વકીલ તરીકે તમારી મર્યાદા હોઇ શકે, પણ અમે ગઈ કાલે જ સ્પષ્ટ કર્યું હતું, આ તો તમને તક આપવા માગતા હતા, જોકે વચગાળાના વળતર અંગે અમે હુકમ કરી રહ્યા છીએ. જે પછી હાઇકોર્ટે ઓરેવાં કંપનીએ દરેક મૃતકોના પરિવારજનોને પ્રતિ વ્યક્તિ 10 લાખ ચૂકવવા જણાવ્યુ છે. દરેક ઈજાગ્રસ્તોને બે લાખ રૂપિયા ચૂકવવા પણ હાઇકોર્ટના આદેશ કર્યો છે.