વડોદરા(VADODARA):અવાર નવાર આપણી સામે એવી ઘટના સામે આવતી હોય છે,જેનાથી આપણે ધ્રુજી જતા હોઈએ છીએ,હાલ વડોદરામાંથી એવી જ એક ચોકાવનારી ઘટના સામે આવી છે.
મળતી માહિતી પ્રમાણે,વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના ધોરણ 1થી 6ના બાળકોને મોટનાથ તળાવની મુલાકાતે લઈ ગયા હતા. જ્યાં બોટિંગ દરમિયાન બોટની ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ લગાવવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં કુલ 14 લોકોના મોત થયા છે.
તાત્કાલિક NDRFની બે ટીમ, બરોડા ફાયરના જવાનો સહિત કુલ 60 લોકોએ બચાવ કામગીરી કરી હતી. હોસ્પિટલમાં ટ્રિટમેન્ટ મળે તે માટે તૈયારીઓ કરવામાં આવી હતી. ડોક્ટરની વધારાની ટીમ, ખાનગી હોસ્પિટલની ટીમ બોલાવવામાં આવી હતી.
જે બાળકોને લાઈફ ગાર્ડ પહેરાવ્યા હતા તે તમામ લોકોના જીવ બચી ગયા છે. જે લોકોને લાઈફ ગાર્ડ પહેરાવ્યા નથી તે પણ ગુનો છે. તમામ લોકો વિરૂદ્ધ કામગીરી થશે.