સુરતમાં માતાએ રાત્રે એકના એક દીકરાને દૂધ પીવડાવી સુવડાવ્યા બાદ સવારે ઊઠ્યો નહીં.

સુરત(surat):આજ કાલ મોતના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,હાલ વધુ એક સુરતમાંથી બાળકના મોતના સમાચાર સામે આવ્યા છે.

મળતી માહિતી મુજબ,  સુરતના ઉધના વિસ્તારમાં 13 મહિનાના બાળકને માતાએ રાત્રે દૂધ પીવડાવીને સુવડાવ્યો હતો. બાદમાં સવારે માતાએ બાળકને ઉઠાડતા તે ઉઠ્યો ન હતો. જેથી બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં બાળકને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી.

સુરતમાં ઉધના વિસ્તારમાં દેવીદાસ વડવી પરિવાર સાથે રહે છે. દેવીદાસની પત્નીએ 3 મહિના પહેલા એકના એક દીકરા ઓમને જન્મ આપ્યો હતો. ત્રણ ચાર દિવસથી ઓમને તાવ સહિતની થોડીક બીમારી હતી. જોકે તેને હોસ્પિટલ માટે દવા લઈ આવતા સારું થઈ ગયું હતું. ગત રાત્રે માતાએ ઓમને દૂધ પીવડાવ્યું હતું અને ત્યારબાદ તેને સુવડાવી દીધો હતો.,માતા ઉઠી તો દીકરાને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો.

બાળક જાગ્યું નહી તો તાત્કાલિક બાળકને સિવિલ હોસ્પિટલમાં લઇ જતા ત્યાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યું હતું.