સુરતમાં 18 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત, કારણ જાણી તમારું હદય થંભી જશે ,ત્રણ મહિના પહેલાં જ થયા હતા લગ્ન ..

સુરત (Surat): સુરત શહેર માં આપઘાતના કેસમાં વધારો થતો જાય છે એમાં આજના બનાવમાં કારણ જાણીને તમે પણ ચોકી જશો .પાર્પ્ત જાણકારી મુજબ મૂળ બિહારનો અજીત પાસવાન પાંડેસરા વિસ્તારમાં આવેલા શાંતા નગરમાં પરિવાર સાથે રહે છે.

વતન બિહારમાં ત્રણ મહિના પહેલા સિંકીદેવી સાથે લગ્ન થયા હતા. ત્યારબાદ સુરત આવી ગયા હતા. અજીત મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.ગત રોજ રાત્રે સિંકિદેવીએ ઘરે એસિડ ગટગટાવી લીધું હતું. જાણ થતાં પરિવારજનો સિંકિદેવીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા.

જો કે, ટૂંકી સારવારમાં જ સિંકિદેવીનું મોત નીપજ્યું હતું.પરિવારે જણાવ્યું હતું કે,સિંકિદેવીએ આવતી રક્ષાબંધન માટે ભાઈને રાખડી બાંધવા જવાની જીદ પકડી હતી. જો કે, સાસુએ રાખડી બાંધવા જવાની મનાઈ કરી હતી. જેથી સિંકિદેવીને માઠું લાગી આવ્યું હતું અને આ અંતિમ પગલું ભરી લીધું હતું. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

ભાઈને રાખડી બાંધવા જવાની ના પાડતા કર્યું આ કામ