સુરતમાં ફરી કાળનો કોળીયો બની સીટી બસ ,ચાલુ બસમાંથી યુવક નીચે પટકાયો પાછળનું ટાયર ફરી વળતા ઘટનાસ્થળે મોત.

સુરત (Surat ):સુરત શહેરમાં સીટી બસ ચાલકો બેફામ બસ હંકારતા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે આ ઉપરાંત સીટી બસ ની અડફેટે અકસ્માતની ઘટનાઓ પણ ભૂતકાળમાં સામે આવી ચૂકી છે  ત્યારે સિટી બસ નીચે કચડાઈ જતાં એક યુવકનું મોત નીપજ્યું હતું.

મળતી જાણકારી મુજબ , સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલી વિશ્રામનગર સોસાયટીમાં 38 વર્ષીય સુબ્રાતી સફરખાન પરિવાર સાથે રહેતો હતો. આજે યુવક સિટીમાં કતારગામ દરવાજા જઈ રહ્યો હતો, જેથી સિંગણપોરથી 254 નંબરની સિટી બસમાં ચડ્યો હતો.કતારગામ દરવાજા ખાતે ચાલુ સીટી બસમાંથી નીચે પટકાયો હતો અને બસનું ટાયર યુવકના માથા પરથી ફરી વળ્યું હતું જેના કારણે યુવકને ગંભીર ઈજા થતાં યુવકનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું

આ ઘટના બાદ લોકોએ ત્યાં હોબાળો મચાવ્યો હતો. રૂંવાટા ઊભા કરતી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઘટનાની જાણ થતાં યુવકની પત્ની રુબિના પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પત્નીના હૈયાફાટ રુદનને કારણે માહોલ ગમગીન થઈ ગયો હતો. હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.