સુરતમાં 19 વર્ષીય યુવકનો ફાંસો ખાઈ આપઘાત,પિતાના મોત બાદ દીકરો જ એક ઘરનો સહારો હતો.

સુરત(surat):હાલમાં દિવસે ને  દિવસે ખુબ આપઘાતના બનાવમાં વધારો થઇ રહ્યો છે,હાલ સુરતમાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે.,શહેરના પાંડેસરા વિસ્તારમાં એક 19 વર્ષીય યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો., આપઘાત કરનાર યુવકે ત્રણ મહિના પહેલા જ ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ ઘરે પરત ફરેલા પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા થતા હતા.,તેથી અંતિમ આવું પગલું ભર્યાનું અનુમાન લગાવી રહ્યા છે.

પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીમાં 19 વર્ષીય અભય વિજય શ્રીવાસ્તવ પરિવાર સાથે રહેતો હતો. ડાયિંગ મિલમાં કામ કરી ઘરના બધા સભ્યોનું પૂરું કરતો હતો , પિતાના અવસાન બાદ પરિવારનો એકનો એક દીકરો હોવાથી પરિવારની  બધી જ જવાબદારી એક પર જ હતી.

અભયે ત્રણ મહિના પહેલા 19 વર્ષીય પ્રેમિકા સાથે ભાગીને લગ્ન કર્યા હતા. 15 દિવસ બાદ બંને  ઘરે  પાછા રહેવા આવતા રહ્યા હતા., પરિવારે પણ હજુ બે દીકરીઓના લગ્ન કરવાના હોવાથી બંનેને સ્વીકારી લીધા હતા. અભયના તેની પત્ની સાથે ઝઘડાઓ થતાં રહેતા હતા.

હાલમાં જ અભયનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો., ત્યારબાદ પત્ની કામ પર જતી રહી હતી. પત્નીને  લઈને  અભય તેના પિયર ગયો હતી. જ્યાં તેની પત્નીએ રહેવાનું કહ્યું પણ તે ઘરે પરત ફર્યો હતો. તરત જ  પત્ની ઘરે પરત ફરી ત્યારે અભયે દરવાજો ખોલ્યો ન હતો. બારીમાંથી જોતાં પતિ  અભય લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

હાલ તો પિયર અને સાસરિયાંના સભ્યો એકબીજા સામે આક્ષેપો કરી રહ્યા છે.,હાલ તો વધુ પોલીસ તપાસ કરી રહી છે.,હાલમાં પરિવારનો એક માત્ર સહારો જતા રેતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.