હરિયાણા (Hariyana ):હરિયાણાના નૂહમાં વિશ્વ હિંદુ પરિષદની બ્રજ મંડળ યાત્રા દરમિયાન હિંસા અને હંગામા બાદ તણાવ છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અર્ધલશ્કરી દળોની 13 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. વધુ 6 કંપનીઓને બોલાવવામાં આવી છે.
બીજી તરફ રાજસ્થાનના ભરતપુરમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં પણ 4 વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. હિંસામાં બે હોમગાર્ડ જવાનો સહિત પાંચ લોકોના મોત થયા હતા. ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવા અને કલમ-144 લાગુ કરવાની સાથે જિલ્લાની સરહદ સીલ કરી દેવામાં આવી છે.
હિંસાને કારણે નૂહમાં ઠેર-ઠેર બરબાદીના નિશાન દેખાઈ રહ્યા છે. રસ્તાઓ પર અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા છે. ટોળાએ વાહનોને આગ લગાડવા અગાઉથી તૈયાર કરાયેલા પેટ્રોલ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. કેટલાકના કાચ તૂટેલા છે. બદમાશોએ સાયબર પોલીસ સ્ટેશનને પણ આગ લગાવી ચાંપી દીધી હતી.