ભગવાન આવી વિપત્તિ કોઈને પણ ના આપે એટલે જ લોકો કહે છે કે એક છોકરો હોવો જરૂરી છે. અરે ,ભગવાન ના કરે પતિ ના રહે તો એનો છોકરો તો સહારો બને.

ભગવાન આવી વિપત્તિ કોઈને પણ ના આપે એટલે જ લોકો કહે છે કે એક છોકરો હોવો જરૂરી છે. અરે ,ભગવાન ના કરે પતિ ના રહે તો એનો છોકરો તો સહારો બને. બિચારા આપણા મોટા વેવાણ આ દુનિયામાં એકલા થઈ ગયા એને થોડી ના ખબર હતી કે આટલી જલ્દી પતિનો સાથ છૂટી જશે. હવે કરે તો પણ શું કરે આવડા મોટા શહેરમાં એકલું જીવન જીવવું પડશે .સ્નેહા બહેન પોતાના પતિ રમેશભાઈ ને કહે છે.

ભાગ્યવાન ,દુઃખ દરવાજો ખખડાવીને નથી આવતું .બંનેએ કેટલી ધૂમધામથી ચાર વર્ષ પહેલા પોતાની દીકરીને વિદાય દીધી હતી અને જ્યારે આપણો પુત્ર ગોલુ થયો ત્યારે ઢોલ નગારા ની સાથે એનું સ્વાગત કર્યું હતું અને એણે તો આપણા સગા સંબંધીઓને પણ બોલાવ્યા હતા .તે હંમેશા આપણા સુખ-દુઃખમાં આગળ રહેતા હતા. મને યાદ છે કે તે કહેતા હતા કે હવે તો આપણાથી જ એનો પરિવાર છે. રમેશભાઈ કહે છે.

તો સ્નેહાબેન મોઢું બગાડીને બોલ્યા ,સાંભળો આપણે શુ કાંઈ ઓછું કર્યું છે .

વાર તહેવારમાં ફળ અને મીઠાઈ હંમેશા મોકલે છે.અરે દીકરી ના પિતા હતા આ બધું કરવું એની ફરજ હતી.માનું છું કે એ આપણને એનો પરિવાર માને છે. હવે તમે જ જોવો વહુ પાછલા એક મહિનાથી પોતાના પિયરમાં છે હવે આનાથી વધુ આપણે શું કરી શકીએ.

સ્નેહા બહેન નો મોટો છોકરો કિશોર ઓફિસે જવા માટે નીકળ્યો ત્યારે જ એની નાની વહુ નિધિ ટિફિન લઈને આવી અને બોલી. ભાઈ, આ તમારું ટિફિન.
મારા કારણથી 15 દિવસથી તને પણ પરેશાની થઈ રહી છે. કિશોર કહે છે.

ભાઈ, આ કેવી વાત કરો છો તમે મને તો આ ઘરમાં આવ્યા ને છ મહિના જ થયા છે અને ભાભી તો પૂરા પરિવાર માટે વર્ષોથી આ બધું કરતા આવ્યા છે .મારી પણ કાંઈક ફરજ બને છે આટલું કહીને નિધિ ત્યાંથી ચાલી ગઈ.

સ્નેહા બહેન કિશોર ને કહે છે કે કિશોર હજી તો 15 દિવસ થયા છે એટલે નાની વહુ કાંઇ બોલતી નથી .એવું ના થાય કે એની જવાબદારી વધી જાય અને બીજા કામ મારે કરવા પડે .મોટી વહુ ને એક મહિનાથી ઉપર થઈ ગયું છે. પપ્પા ના ગયા નું દુઃખ ક્યાં સુધી મનાવશે .એક જવાબદારીને નિભાવવાના ચક્કરમાં તે પોતાની બીજી જવાબદારી ભૂલી ગઈ છે.

કિશોર કહે છે મા તમે એ જુઓ કે એ એક પત્ની અને વહુની સાથે પ્રીતિ એક દીકરી પણ છે. એ ઘરમાં પ્રીતિ સિવાય મમ્મીજી નુ ધ્યાન રાખવા વાળુ કોઈ નથી. તો બેંકનું પણ બધું કામ પ્રીતિ ને જ કરવું પડતું હશે .તો પણ હું એને વાત કરીશ કોઈને કોઈ તો ઉપાય કાઢવો જ પડશે ને આટલું કહીને કિશોર ઓફિસે ચાલ્યો જાય છે.

સાંજે નિધિ ને પ્રીતિ નો ફોન આવ્યો. એણે બધાના હાલ ચાલ પૂછ્યા અને ત્યાંની પરિસ્થિતિ વિશે જણાવ્યું. પ્રીતિ રડતા રડતા જ બોલી, નિધિ હું શું કરું મમ્મી ને અહીંયા એકલા કઈ રીતે છોડુ, ઊંઘમાં તે બોલ બોલ કરે છે ,અને પપ્પા ના રૂમમાં જઈને તેને ગોતવા લાગે છે .અને કાલે તો બેંકમાં અચાનક બેભાન પણ થઈ ગઈ. ડોક્ટર એ કીધું છે કે એને એકલા છોડવા નહીં .મારા કારણે તારે પણ પરેશાની ઉઠાવવી પડી રહી છે મને કાંઈ સમજાતું નથી કે હું કઈ જવાબદારી નિભાવુ.

ત્યારે નિધિ કહે છે કે ,આપણે વહુઓ હોવાની સાથે સાથે એક દીકરી પણ છીએ મારે તો માં નથી પણ હું તમારું દર્દ સમજી શકું છું ભાભી કાલે ભાઈ અને મમ્મી જી ની વાતો હું સાંભળી રહી હતી તો મારા મનમાં એ ખ્યાલ આવ્યો કે તમે સાચું સમજો તો હું એક સુજાવ આપું જેનાથી બંને જગ્યા ની પરેશાનીઓ ખતમ થઈ જશે.

પ્રીતિ કહે છે ,હા હા નિધિ બતાવ હોઈ શકે કે તારા સુજાવ થી બધાની પરેશાની ખતમ થઈ જાય.ભાભી તમે વિચારો કે એક ઘરમાં બે છોકરાઓ છે અને અલગ અલગ પરિવારમાંથી તે વહુ લાવે છે તે હળી મળીને એક જ ઘરમાં રહે છે તો પરિસ્થિતિઓને કારણે વહુની મા પણ દીકરીઓની સાથે રહે તો એમાં શું વાંધો છે .જ્યારે એક ઘરમાં બે વહુઓ રહી શકે છે તો બે માં કેમ ના રહી શકે .નિધિ કહે છે .

એક ક્ષણ માટે તો પ્રીતિ ચુપ થઈ ગઈ અને પછી બોલી તારો વિચાર સારો છે પણ સમાજમાં બધાના વિચાર એવા હોત તો સારું હોત. આ સમાજમાં એવા નિયમ બનાવ્યા છે કે જે દીકરી અને તેના માતા પિતા માટે જ છે .પણ મારે કંઈક તો નિર્ણય લેવો જ પડશે હું મમ્મીને આવી હાલતમાં અહીંયા એકલા નહીં છોડી શકું .

અહીંયા પ્રીતિ પરેશાન હતી અને ત્યાં કિશોર પરેશાન હતો.

રાતના જમવા માટે કિશોરે ના પાડી હતી જ્યારે બધા ભોજન લઈ રહ્યા હતા ત્યારે સ્નેહા બહેન બોલ્યા મોટી વહુ ને પોતાની મા ની પડી છે. પતિની તો રતિભર પણ ચિંતા નથી .

તો નિધિ તરત જ બોલી કે મમ્મીજી મારે તમારી સામે બોલવું ના જોઈએ. પરંતુ ભાઈ પોતાને સંભાળવાને લાયક છે. પરંતુ ભાભીના મમ્મી તો એ હાલતમાં નથી કે તે એકલા રહી શકે.

રહેવા દે વહુ પોતાની જેઠાણીની વધારે તરફદારી ના કરો .આ સમસ્યા તો હવે રહેશે જ તો શું જીવનભર પ્રીતિ ત્યાં જ રહેશે. સ્નેહા બહેન બોલ્યા.

મા નો અવાજ સાંભળીને કિશોર ત્યાં આવ્યો અને બોલ્યો તમે એમ કેમ વિચારી રહ્યા છો કે હું તણાવને કારણે જમ્યો નથી. અરે મને ભૂખ નથી લાગી. પરંતુ ઠીક છે તમારી ખુશી માટે એક રોટલી ખાઈ લઉં છું.

બેટા, વહુ લાવી હતી કે એ તારી ચિંતા કરે પરંતુ એને તો પોતાની મા ની ચિંતા માંથી નવરાય જ નથી. સ્નેહા બહેન બોલ્યા.

ત્યારે નીધી કહે છે કે મમ્મી જ્યારે તમે અલગ અલગ ઘરેથી વહુ લાવ્યા તો પરિસ્થિતિને આધીન તમે વહુ ની મા ને કેમ ના લાવી શકો .

નાની વહુ, આ શું બોલી રહ્યા છો સમજી વિચારીને બોલો.

નિધિ કિશોર ને કહે છે કે, ભાઈ એકવાર વિચારીને જુઓ ભાભી ની મા નું ધ્યાન રાખવા વાળુ હવે આ દુનિયામાં કોઈ નથી . અમે બંને વહુ અલગ અલગ ઘરના હોવા છતાં એક જ ઘરમાં રહીએ છીએ, તો ભાભીના મમ્મી અને મમ્મીજી એક ઘરમાં કેમ ના રહી શકે .જ્યારે છોકરીની મમ્મી જમાઈને તેના છોકરા થી ઓછો નથી માનતા .એ હિસાબથી તમારી પણ ફરજ બને છે કે તમે તમારી જવાબદારી નિભાવો .

તો રમેશભાઈ કહે છે કે કિશોર નાની વહુ બિલકુલ સાચું કહે છે.

તો સ્નેહા બહેન કહે છે કે તમે આ કેવી વાતો કરી રહ્યા છો .સમાજમાં લોકો શું કહેશે.

સ્નેહા બહેન નો નાનો છોકરો નિકુંજ બોલ્યો, માં જ્યારે પરિવારમાં દુઃખ આવે છે ત્યારે સમાજના માણસો નહીં પરંતુ પોતાના સગા સંબંધી જ સાથ આપે છે. તમે તો ભાઈ અને ભાભીને ધર્મ સંકટમાં નાખી રહ્યા છો. ભાભી ત્યાં દીકરીની ફરજ નિભાવી રહ્યા છે ,તો અહીંયા તે પત્ની અને વહુનો ફરજ નિભાવી નહીં શકે .તો શું તમે આ બંનેને જીવન ભાર એકલા જ જોવા માગો છો .

રમેશભાઈ સ્નેહા બહેનને સમજાવે છે કે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે આપણે આ પગલું ભરવું જ પડશે નહિતર આપણા દીકરા નું જીવન વીખરાઈ જશે. તારો પોત્ર તારાથી દૂર છે. કાલે જે તને સવાલ કરશે મારી નાની ની જગ્યાએ તમે હોત તો પણ શું મારી મમ્મી તમને છોડી દેશે ત્યારે તું શું જવાબ આપીશ. બધાએ ભેગા થઈને સ્નેહા બહેનને સમજાવ્યા.

નિધિ સ્નેહા બહેનની પાસે આવીને બોલી, મમ્મી જી તમે એક વેવાઈ નહીં પરંતુ એક સ્ત્રી થઈને વિચારો કે એના મન પર શું વીતી રહી હશે…. કોઈ નથી દુનિયામાં જેની તરફ તે ઉમ્મીદ ની નજરોથી જોઈ શકે…

બીજા દિવસે સ્નેહા બહેન કિશોર ને કહે છે કે બેટા વહુ એ ઘણા દિવસ પિયરમાં રહી લીધું …મારા પૌત્રની સ્કૂલ પણ છૂટી રહી છે .જા અને મારા પૌત્ર ,વહુ અને સાથે મારી વેવાણને પણ લઈને આવ ..હવે મારા પૌત્રને નાની અને દાદી બંનેનો પ્યાર એક જ સાથે એક જ ઘરમાં મળશે ..

કિશોર આ સાંભળીને બહુ જ ખુશ થયો અને ફોન કરીને તરત જ પ્રીતિને બધી વાત જણાવી..

પરંતુ પ્રીતિના મમ્મી એ આવવા માટે ના પાડી તો સ્નેહા બહેને ફોન કરીને સમજાવ્યું અને કહ્યું કે તમે તમારી દીકરીની ગૃહસ્થ થી વસાવવા માટે એની મદદ કરવા માંગો છો તો તમે અહીંયા આવીને રહો .આપણે બંને મળીને આ પરિવારને આપણા અનુભવોથી ચલાવીશું .

નિકુંજે તેના રહેવાની વ્યવસ્થા ઉપરની રૂમમાં કરી કેમકે થોડીક દુરી પણ બની રહે અને રિશ્તોની મર્યાદા પણ ના તૂટે .

પ્રીતિ સાસુમા અને મા બંનેની પ્રત્યે પોતાની ફરજ નિભાવતી હતી. કેમ કે એને દેરાણી ના રૂપમાં એક જ ઘરમાં બહેનનો સાથ મળ્યો હતો ..

નિધિના મમ્મી ના હતા તો એને પણ સાસુની સાથે મમ્મીનો પ્યાર સાસરિયામાં મળી રહ્યો હતો. અને પરિવાર ખુશીથી રહેતો હતો.

આ સ્ટોરી ને લઈને તમારી શું રાય છે અમને જરૂરથી જણાવજો.