વડોદરામાં જાતીવાદના કારણે ગામેઠા ગામના સ્મશાનમાં લોકોએ દલિત વૃદ્ધના અંતિમસંસ્કાર કરવા ન દીધા. વિવાદમાં 15 કલાક સુધી મૃતદેહ પડ્યો રહ્યો …

વડોદરા (Vadodra ): વિવાદો તો ઘણા બને છે પરંતુ આવો બનાવ તમે પેહલા ક્યાય નહી જોયો હોય .વડોદરા જિલ્લાના  ગામેઠા ગામમાં રહેતા દલિત સમાજના 68 વર્ષીય વૃદ્ધનું ગામના એકમાત્ર સ્મશાનમાં ગ્રામજનોએ અંતિમસંસ્કાર કરવા ન દેતાં ભારે વિવાદ સર્જાયો છે.

મળતી જાણકારી મુજબ ,અંતિમયાત્રાની તૈયારી થઇ ગયા બાદ પરિવારજનોના રોકકડ વચ્ચે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. અંતિમયાત્રા સ્મશાનમાં પહોંચી અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા. તે દરમિયાન ગામના સરપંચના પતિ નગીનભાઈ પટેલ સહિત ગ્રામજનો આવી પહોંચ્યા હતા અને અંતિમ સંસ્કાર અટકાવી દીધા હતા.સવારે અવસાન પામેલા કંચનભાઈના મૃતદેહના લગભગ 15 કલાક સુધી અંતિમ સંસ્કાર ન થયા. વિવાદ સર્જાતાં વડું પોલીસ પણ આવી પહોંચી હતી.

પણ  ગ્રામજનોએ ગામના સ્મશાનમાં દલિત સમાજની વ્યક્તિના અંતિમસંસ્કાર નહીં કરવા દેવા માટે અડગ રહ્યા હતા.મૃતદેહને કલાકો વીતી ગયા, મોડી સાંજ થઇ ગઇ અને વરસાદનો પણ માહોલ હોવાથી પરિવારજનો અને દલિત સમાજના લોકોએ સ્મશાનથી દૂર ખૂલ્લી જગ્યામાં કંચનભાઈ વણકરના અંતિમ સંસ્કાર કર્યા હતા.