સુરતમાં ડિલિવરી બાદ વધુ પડતું બ્લીડિંગ થતા 3 સંતાનોએ માતા ગુમાવી.

અવાર નવાર એવી ઘટના સામે આવતી હોય છે,જેનાથી મગજ કામ કરતુ બંધ થઇ જતું હોય છે.સુરત માં વધુ એક કિસ્સો સામે આવ્યો છે.વ્યારાની રેફરલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. જેમાં દીકરાની ડિલિવરી બાદ વધુ પડતું બ્લીડિંગ થતા મહિલાનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતક પરિણીતાના પતિએ આક્ષેપ કર્યો હતો કે,’ડોક્ટરોની બેદરકારીને કારણે મારી પત્નીનો જીવ ગયો છે’

વ્યારામાં રહેતા દંપતી તેમની ખુશહાલ જિંદગી જીવી રહ્યા હતા..બે પુત્રીઓ બાદ ફરી મહિલાને ગર્ભ રહ્યો હતો.

નવમા મહિને તેને પ્રસવ પીડા ઉપડતા પ્રસૂતાને વ્યારાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.ડોકટરોએ તમામ રિપોર્ટ કરી પ્રસૂતાના શરીરમાં રક્ત ઓછું હોવાથી બ્લડ ચડાવવા માટે બે બોટલ મંગાવી હતી.પ્રસુતિ કરતા બાળકની નોર્મલ ડિલિવરી થઈ હતી.

દીકરાના જન્મ બાદ માતાને વધુ પડતું બ્લડિંગ થઈ રહ્યું હતું.જેથી વ્યારા રેફરલ હોસ્પિટલ દ્વારા મહિલાને સુરતની સિવિલ ખાતે રીફર કરવાની વાત કરી હતી.

જેથી પરિવારે 108 મારફતે પ્રસૂતાને સુરત ખસેડવામાં આવી રહી હતી.પરંતુ મહિલાની હાલત ખૂબ ખરાબ હતી.જેથી સુરત સિવિલ પહોંચે તે પહેલા જ મહિલાનું મોત થયું હતું.નોંધનીય છે કે મહિલાનું મોત થતા ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી હતી.