માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો,સુરતમાં 4 વર્ષનું બાળક રમતાં-રમતાં લોખંડની ચાકી ગળી જતા પરિવાર દોડતો થયો

સુરત(surat):અવાર નવાર નાના બાળકોને લઈને કિસ્સા સામે આવતા હોય છે,એવો વધુ એક ચોકાવનારો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે,નાના બાળકો હોય તેમના માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે, સુરત શહેરમાં 4 વર્ષનું બાળક રમતાં-રમતાં લોખંડની ચાકી ગળી ગયાની ઘટના બની છે.

જ્યારે બાળકે વધારે રડવાનું શરુ કર્યું ત્યારે પરિવારને ચિંતા થતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું. અહીં ડૉક્ટરોએ તપાસ કરી તે દરમિયાન જાણવા મળ્યું કે બાળકની અન્ન નળીમાં કંઈક ફસાયું છે.આ પછી તપાસ કરતા માલુમ પડ્યું કે ફસાયેલી વસ્તુ લોખંડની ચાકી છે.

ભેસ્તાન વિસ્તારમાં આ ઘટના બની છે કે જેમાં બાળક રમતું હતું ત્યારે તેના હાથમાં ચાકી આવી જતા તેણે મોઢામાં મૂકી દીધી હતી અને અચાનક તે પેટમાં ઉતરી ગઈ હતી. જ્યારે બાળકે મોટેથી રડવાનું શરુ કર્યું ત્યારે પરિવાર ચિંતિત થયો હતો અને તેને લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો.આ પછી તેને બહાર કાઢવા માટે બાળકને કેળા અને પાણી આપવામાં આવી રહ્યું છે.

હાલ બાળક  હોસ્પિટલમાં દાખલ છે અને તેની સારવાર ચાલી રહી છે.

See also  ભાવનગરના વલ્લભીપુરના ચમારડી ગામમાં નવાં મકાનના દસ્તાવેજ બનાવવા ભાવનગર આવતા ચોરએ ૫ લાખનું ખાતર પાડ્યું.