સુરતમાં 18 વર્ષની દીકરીને કુતરું કરડ્યા બાદ મોત થતા પરિવારના 30 લોકો ઇન્જેક્ન લેવા હોસ્પિટલ પહોંચ્યા.

સુરત(surat):સુરતમાં દિવસે ને દિવસે કુતરા નો ત્રાસ વધતો જાય છે,કુતરું કરડવાનો વધારે એક કિસ્સો સામે આવ્યો છે. ડોગ બાઇટના ઇન્જેક્શન લેવા માટે લાઇન લાગી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ પરિવારનાં ત્રીસ લોકો ડોગ બાઇટનું ઇન્જેક્શ લેવા પહોંચ્યું છે.

6 મહિના પહેલા રખડતા કુતરાએ બચકું ભર્યા બાદ હડકવાની અસર જણાતા સિવિલમાં દાખલ કરાઇ હતી. જે બાદ આ મોરા ભાગળની 18 વર્ષની યુવતીને ચાલુ સારવાર છોડીને પરિવારના સભ્યો ભુવા પાસે લઈ ગયા હતા.

જે બાદ થોડા દિવસથી તબીયત ખરાબ થયા બાદ વિચિત્ર હરકતો કરતી હતી. જે બાદ તેને હડકવાની અસર થયાનું સામે આવ્યું હતુ. આ યુવતીનું અંતે મોત નીપજ્યુ છે.

હડકવાની અસર થયાનું નિદાન કરાયું હતું. જોકે પરિવાર તબીબી સલાહ ન હોવા છતાં જ્યોતીને ઘરે લઈ ગયો હતો. જ્યાં તેમણે ભુવાને બોલાવી વિધી કરાવી હતી. આખરે સવારે યુવતીએ દમ તોડી દીધો હતો. આખરે પરિવારે તબીબની સલાહ ન માનતા અને ભુવાને કારણે યુવતીએ જીવ ગુમાવવવાનો વારો આવ્યો છે.

મોરાભાગળ વિસ્તારમાં શાકભાજી માર્કેટ પાસે રહેતા વિનોદ દેવીપુજકના પરિવારમાં પત્ની ઉપરાંત એક દીકરી અને એક દીકરો છે. 18 વર્ષની દીકરી માતા-પિતા સાથે શાકભાજી વેચવાનું કામ કરતી હતી.

See also  ગાંધીનગરના ઝુંડાલમાં દિવ્ય દરમારમાં બાગેશ્વર બાબાની પાદુકા ખોવાઈ,બાઉન્સરોએ શોધ ખોળ શરૂ કરી

બે દિવસથી તેની તબિયત ખરાબ હતી. તેને શ્વાસ ચઢતો હતો અને પાણી પીવામાં પણ તકલીફ થતી હતી. પાણી અને અજવાળું જોઈને તે ગભરાતી હતી. તેના માતા-પિતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતાં. ડોક્ટરે તપાસ કરતાં હડકવાની અસર દેખાઈ હતી.