ભાવનગરનાં મહુવા માં વિધર્મી યુવક એક યુવતીના ઘરમાં જઈને બળજબરીથી તેની ઉપર દુષ્કર્મ આચરી “કોઈને કહીશ તો જાણ થી મારી નાખીશ”ની ધમકી આપીને નાસી ગયો હતો.

ભાવનગર(bhavanagar):રાજ્યભરમાં ખુબ જ દુષ્કર્મ નાં કિસ્સા વધતા જાય છે,ત્યારે હજુ એક કિસ્સો ભાવનગર નાં મહુવા માં સામે આવ્યો છે.યુવતીના ઘરમાં જઈને વિધર્મી યુવકે બળજબરીથી તેની ઉપર દુષ્કર્મ આચરી અને કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ ધમકી આપીને નાસી છૂટ્યો હતો.

સાંજે 4 વાગ્યે સુમારે યુવતી પોતાના ઘરે એકલી હતી ,અને તેના ઘરે સૂતી હતી. તે દરમિયાન તેની એકલતાનો લાભ લઇને મહુવામાં રહેતો વિધર્મી યુવક નવાબ ખાન હુસેન ખાન પઠાણ તેની મરજી વિરુદ્ધ બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું.

જેની યુવતીએ મહુવા પોલીસ મથકમાં નવાબ ખાન હુસેન ખાન પઠાણ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ યુવકની શોધખોળ હાથ ધરી અને પોલીસે યુવકને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

આગળની કાર્યવાહી મહુવા પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે.