નવસારી પાસે ચીખલી પાસે કન્ટેનર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે મોત, 2 ગંભીર હાલતમાં

ચીખલી નજીક અકસ્માત સર્જાયો છે. આલીપોર બ્રિજ ઉપર કન્ટેનર અને ઈનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ઈનોવા કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળેજ મોત થયા. બે લોકોને ગંભીર ઈજા થતા સુરતની હોસ્પિટલમાં ખસેડ્યા છે. અકસ્માતની જાણ થતાં નવસારી ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચા ગયો હતો. ચીખલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતનાં પગલે હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો. ગુજરાતમાં અકસ્માતના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. વાહનચાલકો ટ્રાફિકના નિયમો નેવે મૂકીને વાહન હંકારતા હોવાથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે. નવસારીમાંથી અકસ્માતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

નવસારી ચીખલી પાસે કન્ટેનર અને ઇનોવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે મોત નિપજયા હતા. બે લોકોની હાલત ગંભીર છે. ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ગમખ્વાર અક્સમાતમાં મૃ્ત્યુ પામનાર તમામ સુરતના રહેવાસી છે. તેઓ મુંબઇ એરપોર્ટથી પરત સુરત આવી રહ્યા હતા ત્યારે આ અક્સમાત સર્જોયો હતો. આ અકસ્માતની જાણ થતા ડીવાયએસપી પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોચ્યા હતા અને બચાવકામગીરી હાથ ધરી હતી. ચીખલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના ONGC ચાર રસ્તા પાસે ડમ્પર અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જવાની ઘટના સામે આવી હતી. સુરત શહેરમાં ગઈકાલે મોડી રાતે ONGC ચાર રસ્તા પાસે હજીરા તરફ જતા અને બ્રિજ ચઢતા નજીક ડમ્પર અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માત થતાં લોકો દોડી આવ્યા હતા. જોકે આ અકસ્માત એટલો ગંભીર હતો કે, કન્ટેનરના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પરંતુ ડ્રાઇવર કન્ટેનરમાં ફસાઈ ગયો હતો.

એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અંતે તેને બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ લેવી પડી હતી. જેથી શહેરની પાલનપુર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને ડ્રાઇવરના મૃતદેહને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. બીજી બાજું ડમ્પર ચાલાક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને પણ 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ઇચ્છાપોર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.