વધતો જતો વ્યાજખોરોનો ત્રાસ: વધુ એક વ્યક્તિનો આપઘાત, કલોલના યુવકે કેનાલમાં ઝંપલાવ્યુ જીવન

વ્યાજખોરો સામે યોજાયેલા લોક દરબારમાં સિટિ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી જૂનેદા નામની મહિલાએ રજૂઆત કરી હતી કે,મેં છ વર્ષ પહેલા નૂરજહાં નામની મહિલા પાસેથી બે લાખ લીધા હતા.જેની સામે મેં સાત લાખ ચૂકવ્યા છે.તેમ છતાંય અગાઉ આપેલો ચેક રિટર્ન કરીને કોર્ટમાં ફરિયાદ કરી હતી.તેમાં મને બે લાખનો દંડ થયો હતો.

આમ છતાંય મારી પાસે વધુ રૃપિયાની માંગણી કરી ધમકી આપે છે. કલોલનો એક પરિવાર વ્યાજખોરોની ચુંગાલમાં આવીને પિસાયો હતો. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ભજીયાંની લારી ચલાવતા યુવકે કેનાલમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું છે. એક તરફ ગુજરાતમાં વ્યાજખોરો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. ત્યાં બીજી તરફ ગાંધીનગરના કલોલમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકે આપઘાત કર્યો છે. ભજીયાંની લારી ચલાવતો યુવક વ્યાજની ચુંગાલમાં ફસાઈ જતાં તેણે કેનાલમાંથી ઝંપલાવીને મોતને વહાલું કર્યું છે. કલોલનો એક પરિવાર વ્યાજખોરોની ચુંગાલમાં આવીને પિસાયો હતો. યુવક પાસેથી મળેલી સુસાઇડ નોટમાં આ અંગેનો ખુલાસો થયો છે.

પોલીસે સમગ્ર મામલે સુસાઇડ નોટને આધારે વધુ તપાસ શરુ કરી છે. બિલ રોડ પર રહેતા સિનિયર સિટિઝન રશ્મિકાંત દવેએ એવી રજૂઆત કરી હતી કે,મારા પુત્રે રોહિત અગ્રવાલ નામના શખ્સ પાસેથી કન્સટ્રક્શનના ધંધા માટે રૃપિયા લીધા હતા.પરંતુ,મારો છોકરો સમયસર રૃપિયા ચૂકવી નહી શકતા રોહિતનો ત્રાસ વધી ગયો હતો.અને તેના ત્રાસથી કંટાળીને મારો દીકરો દોઢ વર્ષ પહેલા ઘર છોડીને જતો રહ્યો છે.જે અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે.તદુપરાંત રોહિતે મારા સામે છેતરપિંડીની ફરિયાદ કરતા મને જેલવાસ પણ થયો હતો.મારી રજૂઆત છે કે, મારા ગૂમ થયેલા પુત્રને શોધી આપો.જો તે કસુરવાર હોય તો તેની સામે પણ કાર્યવાહી કરજો.પરંતુ,મને મારો પુત્ર શોધી આપો.

See also  રાજકોટમાં બાબા બાગેશ્વરનાં વિરોધમાં આવતીકાલે યોજાનાર રેલી સહિતના કાર્યક્રમોની મંજૂરી રદ્દ કરાઈ.

સુસાઇડ નોટમાં વ્યાજખોરોના નામ લખ્યા કલોલના મોટા ઠાકોરવાસમાં રહેતા વિનોદ ઠાકોર જૈન દેરાસર પાસે ભજીયાંની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ભજીયાંની લારી ચલાવતાં ચલાવતાં વ્યાજખોરોની ચુંગાલમાં વિનોદ ક્યારે ફસાઈ ગયા એનો ખ્યાલ પણ ન આવ્યો અને નાની નાની મૂડી લેતાં તેઓ મોટી ચુંગાલમાં ફસાઈ જતાં આખરે કેનાલમાં કૂદી પોતાનું જીવન ટૂંકાવ્યું. મૃતક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. ચિઠ્ઠીમાં તમામ વ્યાજખોરોનાં નામ અને તેમની સામે રકમ પણ લખેલી હતી. એમાં ઘણી જગ્યાએ તેમણે એવો પણ ઉલ્લેખ કરેલો છે કે લીધેલા પૈસા કરતાં વધુ પૈસા પણ આપી દીધા તેમ છતાં માગ પૂરી થઈ નથી. સાથે જ એવું પણ લખેલું છે કે ‘મારા પરિવારને હેરાન ન કરતા. કડી પોલીસે ગુનો નોંધી આગળથી કાર્યવાહી હાથ ધરી છે.