અમદાવાદ (amdavad ): અમદાવાદ એરપોર્ટ પર એક એવી ઘટના બની જેના કારણે 27 ફ્લાઇટ 2 કલાક સુધી ઉડાન ભરી શકી નહોતી જેના કારણે 4 હજાર પેસેન્જર અટવાયા હતા. મળતી જાણકારી મુજબ ,ઇન્ડિગોનું ચેકઇન સર્વર ઠપ થતાં મુસાફરો અટવાયા હતા. આવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે. આખા દેશમાં ઇન્ડિગોની નેવીટાયર સિસ્ટમ ઠપ થઇ જતાં ચેકઇન સર્વર ધીમું પડ્યું હતું.
જેના લીધે બોર્ડિંગ પાસ ઇશ્યુ ન થતાં ફ્લાઇટ ટેકઓફ થવામાં મોડું થયું હતું. આ ખામીના કારણે એક ઇન્ટરનેશનલ ફ્લાઇટ સહિત 27 ફ્લાઇટ લગભગ બે કલાક સુધી ઉડાન ભરી શકી નહોતી. જેના કારણે એરપોર્ટ પર મોટી સંખ્યામાં પેસેન્જર્સ પણ ભેગા થઇ ગયા હતા અને અફરાતફરી જોવા મળી હતી. કેટલાક પેસેન્જર્સે હોબાળો મચાવ્યો હતો. ફ્લાઇટ મોડી થતાં પેસેન્જર્સમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ ખામીના કારણે એક ઇન્ટરનેશનલ ફ્લાઇટ સહિત 27 ફ્લાઇટ લગભગ બે કલાક સુધી ઉડાન ભરી શકી નહોતી.શનિવારે બપોરના સમયે અમદાવાદ એરપોર્ટ પર આ ખામી સર્જાઇ હતી. આ ખામીને લીધે સૌથી પહેલા ગોવાની ફ્લાઇટ અટવાઇ હતી અને એક કલાક બાદ ઉડાન ભરી શકી હતી. આ ખામી સાંજના સમયે દૂર થતાં મોડી રાત સુધી ફ્લાઇટ્સ મોડી પડી હતી.