કેદારનાથ જતા અમદાવાદના વતની સહિત 5 ગુજરાતીના રોડ ભૂસ્ખલનમાં મોત.

ઉતરાખંડના રુદ્રાપ્રયાગથી ખુબ જ માઠા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં તારીખ 10 ઓગસ્ટે ભૂસ્ખલનમાં પાંચ લોકોના મોત નીપજ્યા હતા.  રુદ્રા પ્રયાગના ફાટા પાસે તારીખ 10 ઓગસ્ટને રોડ પર કાટમાલ જમા થઈ ગયો હતો.

આ અંગેની માહિતી મોડી મળતા રાત્રે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.  જ્યારે રોડ પરથી કાટમાળ હટાવામાં આવી તો તેની નીચેથી એક કાર જોવા મળી હતી. જેમાં પાંચ લોકો મુસાફરી કરી રહેલા,કારમાં સવાર તમામ લોકોના મોત થયા છે.

વ્યવસ્થાપન અધિકારી નંદનસિંહ જણાવ્યું છે કે, 10 ઓગસ્ટની સાંજે એક કાર ફાટા નજીકના રસ્તા ના ઉપરના ભાગથી આવતા ભારે ખડકો અને કટમાળથી અથડાઈ ગઈ હતી,કાટમાળ માં એક વાહન દબાવ્યું હોવાની માહિતી મળી ત્યારબાદ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમે તહસીલદાર SDRF અને NDRF એ પોલીસની ટીમેં સતત બચાવવાની કામગીરી કરી રહી હતી.
જીસીબી દ્વારા કાટમાં હટાવવામાં આવ્યો ત્યારે એક કાર તેમાંથી મળી આવી હતી,જો વાહનમાં મૃત મળી આવ્યા હતા. જ્યારે આ લોકોની ઓળખ કરવામાં આવી તો તેઓ અમદાવાદના મણીનગરના રહેવાસી જીગર આર મોદી, દેસાઈ મહેશ, મનીષકુમાર, મીન્ટુ કુમાર, પરીખ દિવ્યાસ. આ પાંચ વ્યક્તિના આ કારમાં દટાઈ જવાથી મોત નિપજયા છે.
પાંચ વ્યક્તિને ઓળખ તેમની પાસેથી મળી આવેલા ડોક્યુમેન્ટ પરથી થઈ રહી છે. મૃતદેહ સાથે મળી આવેલા અલગ પત્ર મુજબ ત્રણ લોકો ગુજરાતના અને એક વ્યક્તિ હરિદ્વારનો છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.