ઉત્તરાખંડમાં ભીષણ ભૂસ્ખલનમાં 3 ગુજરાતીના મોત:બે લોકો અમદાવાદના અને એક વ્યક્તિ સાણંદ પાસે રજોડા ગામના…

ઉત્તરાખંડ (Uttrakhand ):ગુરુવારે રુદ્રપ્રયાગમાં ગૌરી કુંડ પાસે હાઈવેમાં તરસાલીની પાસે એક દુર્ઘટના ઘટી હતી. પહાડીથી થયેલા ભૂસ્ખલનમાં એક સ્વિફ્ટ ડિઝાયર કાર અંદર દબાઈ ગઈ હતી.ભૂસ્ખલન બાદ પથ્થરો નીચે કાર દબાઈ જતાં અમદાવાદના 3 સહિત કુલ 5 લોકો મોતને ભેટ્યા હતા.કાર માટીમાં દટાઈ હોવાથી શંકા ઉપડી હતી. પંરતુ 24 કલાક બાદ જ્યારે હાઈવે પરથી માટી હટાવવામા આવી હતી, ત્યારે કારમાંથઈ પાંચ મુસાફરોને મૃત અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યા હતા.

24 કલાક બાદ દબાયેલી કાર બહાર આવતા ખબર પડી હતી .કારની અંદરથી પાંચ મૃતદેહો કાઢવામાં આવ્યા છે. જેમાંથી ત્રણ ગુજરાતીઓ છે. તો બાકીના બે લોકો રાજસ્થાનના વતની છે. આ અકસ્માતમાં જિગર આર મોદી, મહેશ દેસાઈ, મનીષ કુમાર, મિન્ટુ કુમાર, પારિક દિવ્યાંશના મોત થયા છે. મૃતકો પાસેથી મળેલા ઓળખ કાર્ડથી તેમના નામની પુષ્ટિ થઈ છે. જીગર મોદી – 42 વર્ષ (સરનામુ 31, વશિષ્ઠ નગર ભદૌર નગર, ઘોડાસર), મહૈશ દેસાઈ – 38 વર્ષ (સ્માર્ક પાર્ક ટેનામેન્ટ, ઈસનપુર રોડ, ઘોડાસર, અમદાવાદ),પારીક દિવ્યાંસ – 51 +વર્ષ.

પોલીસે મૃતદેહોનો કબજો લઈને તેને પોસ્ટમાર્ટમ માટે મોકલી આપ્યા છે. આ ઘટનાને કારણે કેદારઘાટીથી જિલ્લા મુખ્યાલય સુધીનો સંપર્ક કપાઈ ગયો હતો. સાથે જ કેદારનાથ યાત્રાનો માર્ગ પણ પ્રભાવિત થયો હતો.