શેર માર્કેટના બેતાબ બાદશાહ રાકેશ ઝુનઝુનવાલાનું શ્રીદેવી સાથે એવું તે ઈલુ ઈલુ નીકળ્યું કે જાણીને વિશ્વાસ નહિ આવે…

આજકાલ દરેક લોકોનું સપનું શેર બજારમાં ખુબ જ જલ્દી સફળ થવાનું હોય છે ત્યારે આજે એક એવા જ ભારતના દિગ્ગજ શેરબજાર રોકાણકાર રાકેશ જુનજુન વાલાની વાત કરવા જઈ રહ્યા છીએ. શેર બજાર રોકાણકાર રાકેશ જુનજુનવાલાએ 14 ઓગસ્ટ રવિવારના રોજ મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં સવારે 6:45 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. અને તેને પોતાની સફરમાં 5000 રૂપિયા થી લઈને 46.18,000 કરોડ ની સફર કરી હતી. પણ આપ સૌ જાણીને ચોકી જશો કે જૂનજુન વાલાનું માત્ર શેરબજાર થી જ નહીં પણ બોલીવુડ થી પણ એક અનોખું કનેક્શન હતું.

બાળપણથી જ રાકેશ જુનજુન વાલા ને શેરબજારની સાથે ફિલ્મનો પણ ખૂબ જ શોખ હતો અને તે જ શોખના કારણે તેમણે શેર બજારની સાથે પોતાના પૈસા ફિલ્મોમાં પણ લગાવ્યા હતા અને તેમાં ખૂબ નફો પણ મેળવ્યો હતો. રાકેશ જુન જુનવાલાએ અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મોમાં પૈસા રોક્યા હતા. શ્રીદેવીની ફિલ્મ ઇંગ્લિશ અને શામિતા અને કી એન કા ફિલ્મોમાં પણ તેમણે પૈસા રોક્યા હતા.

આ ફિલ્મ ઘણી હિટ બની હતી. ફિલ્મમાં તેમણે 20 કરોડ અને 78 કરોડ જેટલી કમાણી કરી હતી ત્યારબાદ વર્ષ 1999માં ખૂબ સફળતા મળતા તેમણે હંગામા ડિજિટલ મીડિયા ને ઓનલાઈન પ્રમોશન એજન્સી તરીકે શરૂ કર્યું અને ટૂંક જ સમયમાં તેઓ તેના અધ્યક્ષ બની ગયા. ચેરમેન બન્યા પછી તેને નામ બદલીને હંગામા ડિજિટલ મીડિયા એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કરી દીધું અને વર્ષ 2020 માં તેને હંગામા મ્યુઝિક અને હંગામા પ્લે ઓટીટી પ્લેટફોર્મ પણ લોન્ચ કર્યા.

આ રીતે તેમને શેરબજારની સાથે સાથે ફિલ્મ જગતની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં સફળતા મેળવી હતી. અને આ જ કારણ અનુસાર ભારતના રોકાણકારો તેમને એક આદર્શ તરીકે માને છે. અને તેમના જીવનકાળ દરમિયાન તેમનું ફિલ્મ જગત સાથે એક અનોખું જ જોડાણ રહ્યું છે તેને કારણે તે ખૂબ ચર્ચાનો વિષય પણ બની ચૂક્યા છે.