સુરતમાં રાતે ભારે પવનના કારણે 60 ઝાડ પડી ગયા, ફાયર વિભાગ સવાર સુધી દોડતું રહ્યું.

સુરત(surat):બદલાતા વાતાવરણ ને લઈને ખુબ જ પ્રોબ્લેમનો સામનો કરવો પડતો હોય છે.સુરત શહેરના વાતાવરણમાં ગત રોજ રાત્રે પલટો આવ્યો હતો. ભારે પવનના કારણે મીની વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેના પગલે સુરત શહેરમાં કુલ 60 જેટલા ઝાડ પડી ગયા હતા. રાત્રિથી લઈને સવાર સુધી ફાયર વિભાગ દોડતુ રહ્યું હતું.

રાંદેર અને કતારગામ ઝોનમાં બનાવ વધુ હતા. ગતરોજ રાત્રિથી સવાર સુધીમાં ફાયરબ્રિગેડને 60 જેટલા કોલ મળ્યા હતા. ટીમે ઘટના સ્થળે પહોંચી રસ્તા પર પડેલા ઝાડ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.

ઝાડ પડવાના કોડને લઈને ફાયર વિભાગ દ્વારા ડાળીઓ હટાવવાની કામગીરી શરૂ કરી હતી, જે સવાર સુધી સુધી ચાલી હતી. અડાજણ-પાલમાં ઘણા વાહનોને પણ નુકસાન થયું છે.

રાંદેર ઝોન ઓફિસની પાછળ ઝાડ પડતા 5 ગાડીઓ દબાઈ ગઈ હતી.હેતલ એપાર્ટમેન્ટ નજીક ઘટના બની હતી. રાંદેર ફાયર વિભાગના ટીમે ઝાડ કાપી ગાડીઓ બહાર કાઢી હતી.ગાડીના કાચ તૂટી ગયા હતા તેમજ અન્ય નુકસાન પણ થયું હતું.

સેન્ટ્રલ – 6,અઠવા – 12,રાંદેર -15.ઉધના -9,લિંબાયત -3,કતારગામ -8,વરાછા -7 ઝાડ ધરાશાયી થયા હતા.