રાજકોટમાં બાબા બાગેશ્વરનાં વિરોધમાં આવતીકાલે યોજાનાર રેલી સહિતના કાર્યક્રમોની મંજૂરી રદ્દ કરાઈ.

રાજકોટ(Rajkot):બાગેશ્વર બાબા આજ કાલ ખુબ જ ચર્ચા માં છે.ઘણા લોકો એની સાથે છે તો ઘણા લોકો બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરી રહ્યા છે.બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આગામી તા. 1 અને 2જૂનનાં આયોજન કરાયું છે. જોકે, રાજકોટનો આ કાર્યક્રમ નક્કી થયો છે. ત્યારથી વિજ્ઞાન જાથા દ્વારા બાબાના કાર્યક્રમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આગામી દિવસોમાં પણ બાબા બાગેશ્વર ધામના કાર્યક્રમનો વિરોધ કરવા માટે વિજ્ઞાન જાથા દ્વારા અલગ-અલગ કાર્યક્રમો નક્કી કરાયા હતા. આવતીકાલે યોજાનાર રેલી સહિતના કાર્યક્રમોની મંજૂરી રદ્દ થતા વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજાશે નહીં.

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1 અને 2 જૂને દિવ્ય દરબાર યોજવાના છે. આ દિવ્ય દરબારનો વિજ્ઞાન જાથા સખત વિરોધ કરી રહ્યું છે.

રાજકોટ પોલીસ દ્વારા 30 મેના દિવસે બાગેશ્વર ધામના વિરોધમાં નીકળનારી રેલીને મંજૂરી આપવામાં આવી નથી. આ મંજૂરી ન આપવા પાછળનું કારણ પોલીસ દ્વારા એવું દર્શાવવામાં આવ્યું છે કે, આ રેલી જે વિસ્તારમાંથી નીકળવાની છે ત્યાં ટ્રાફિક વધુ છે અને આ રેલીના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ ઘેરી બની શકે તેમ છે, માટે આ રેલીને મંજૂરી આપવામાં આવતી નથી.