100 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ સાસુને વહુ અને વૃદ્ધાનાં સગા દીકરાએ એવો ઢોરમાર માર્યો કે વીડિઓ જોઇને રુવાડા ઉભા થઇ જશે.

ગુજરાત:અવારનવાર અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે અને ઘણા કિસ્સાઓ સાંભળીને આપણા રુવાટા ઉભા થઈ જતા હોય છે ત્યારે ગુજરાતમાં હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે વહુ તેની વૃદ્ધ સાસુને ખૂબ ખરાબ રીતે માર મારી રહી છે અને આ અંગે પોલીસ વધુ તપાસ કરતા જણાવે છે કે તેનો દીકરો પણ તેને આવી જ રીતે માર મારતો હતો.

જે માતાએ દિવસ રાત પોતાના પુત્રનો ઉછેર કરીને તેને મોટો કર્યો અને તે જ પુત્ર આજે તેની માતાને ખુબ ખરાબ રીતે મારી રહ્યો છે તે વીડિયોમાં જોવા મળી રહ્યું છે. આ કૃત્ય અને વૃદ્ધાની વેદના પાડોશી જોઈ નહોતા શકતા અને આ કૃત્ય મોબાઇલમાં કેદ કર્યો આ વીડિયોમાં જોવા મળે છે કે વહુ અને પુત્ર વૃદ્ધાને બે રહેમી રીતે માર મારી રહ્યા છે.

અને પુત્રવધુ સાસુના વાળ પકડીને ખૂબ ગંભીર રીતે માર મારી રહ્યા છે ત્યારે આ વિડીયો વાયરલ થતાની સાથે જ તે પોલીસ એક્શનમાં આવી હતી અને બંનેની ધરપકડ કરવામાં આવી હતી અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તેનો પુત્ર તેનું મોઢું દબાવીને ખૂબ જ ખરાબ રીતે મારતો જોવા મળી રહ્યો છે પોલીસે તેના પુત્રને પણ ધરપકડ કરી હતી અને વૃદ્ધ અને મારવા બદલ દંપત્તિ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ વધુ તપાસથી જાણવા મળ્યું છે કે તે વૃદ્ધાને ચાર પુત્ર છે.

આ ઘટનાની સાથે જ તેનો ત્રીજો પુત્ર પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો અને તેની માતાની આ હાલત જોઈને તેને આંખમાંથી આંસુ સરી પડ્યા હતા ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે વૃદ્ધાની વધુ સુરક્ષા માટે તેને વૃદ્ધાશ્રમ મોકલી દેવામાં આવે પણ તેના ત્રીજા પુત્ર એ ઇનકાર કરી દીધો હતો અને પોતે સાથે રાખશે તેઓ કહેવામાં આવ્યું હતું.